Junagadh,તા.17
રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા તેઓના પડતર પ્રશ્નોની માગણીઓ નો ઉકેલ ન આવતા આંદોલનનું રણશિગુ ફૂકવામાં આવ્યું છે જેમાં જૂનહગઢ જિલ્લાના 400 થી વધુ તલાટીઓ પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગની કામગીરી બંધ કરી દીધી છે.
રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા લાંબા સમયની તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીના જોબ ચાર્ટ અલગ કરવાની માગણી કરી રહ્યા છે. તાજેતરમાં સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હોવા છતાં બંને કેડરના જોબ ચાર્ટ સ્પષ્ટ કરવા માંગણી કરવામાં આવી હતી.
પરંતુ માગણીઓનો હોય હકારાત્મક ઉકેલ ન આવતા તલાટી કમ મંત્રીઓ મહેસુલી કામગીરી તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગ સિવાયના તમામ વિભાગો ની કામગીરીથી અલગ રહ્યા છે. તલાટીઓના જણાવ્યા મુજબ વધારાની કામગીરી નો સતત બોજ વધી રહ્યો છે જેની અસર પંચાયત વિભાગની મૂળભૂત કામગીરી પર પડી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં ત્રણ જુલાઈ થી 400થી વધુ તલાટીઓ ખેતી સિવાયની ઉપજનું પત્રક, વારસાઈ રજીસ્ટર, રોજમેળ, પાણી પત્રક, એગ્રી સ્ટેટ ફાર્મર રજીસ્ટ્રેશન, ડિજિટલ ક્રોપ સર્વે, રેશનકાર્ડ, ઈ કેવાયસી, આધાર કાર્ડ વેરિફિકેશન, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ની તપાસ સહિતની વિવિધ મહેસુલી કામગીરીથી અલગ રહ્યા છે.
મહેસુલી અને પંચાયત સિવાયની તમામ કામગીરી બંધ રાખવાના નિર્ણયના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી વહીવટી પ્રક્રિયા ખોરંબે પડી જવા પામી છે ખેડૂતોને રજીસ્ટ્રી માટે પણ મુશ્કેલી થઈ રહી છે.
તલાટીઓ દ્વારા અચોક્કસ મુદત સુધી કામગીરી બંધ કરવા નો નિર્ણય લેતા ખેડૂતોને લગતી કામગીરીઓ અને ગ્રામ્ય વિસ્તારો મા પ્રભાવિત થાય તેવી સંભાવના છે.

