Junagadh તા.17
જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજ, ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાગૃતિ અને કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિ અંગે જાગૃતિ કેમ્પ યોજવામાં આવેલ હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે નેશલે ઇન્ડિયા તથા પ્લાન ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ હિલદારી પ્રોજેક્ટ અંતર્ગત મહાનગર પાલિકા ની હદમાં આવતી શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આઇ.ટી. આસિસ્ટન્ટ શ્વેતાબેન ટાંક અને સિનિયર એજ્યુકેટીવ કોમ્યુનિટી હેડ હાર્દિકભાઈ ઠાકરે કોલેજમાં આવી આ પ્રોજેક્ટ અંતર્ગત વિગતો જણાવી જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. આજના યુગમાં કચરાના પણ પ્રકાર પાડવામાં આવ્યા છે તે મુજબ જ તેનો નિકાલ આપણે કરવો જોઈએ. જો એ નિયમો પાળવામાં આવે તો તંત્રને ઘણી સગવડ રહે તેના માટે જાગૃત બનવા તેઓએ હાકલ કરી હતી.
આ પ્રોજેક્ટથી એ જાગૃતિ લાવવાની છે કે કચરાને વિભાગ મુજબ રાખો તો જ આપણે તેને રિસાયકલ કરી શકીશું. સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ વિદ્યાર્થીલક્ષી આ કાર્યક્રમને ખૂબ જ અગત્યના અને જાગૃતિ લાવનાર કાર્યક્રમ તરીકે બિરદાવ્યા હતો.આ કાર્યક્રમનું સંચાલન ડો. નયનાબેન ગજ્જરે કર્યું હતું. સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડાએ તથા મીતાબેન ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.

