(જીજ્ઞેશ પટેલ) Manavadar, તા.17
સરકારી આઈ.ટી.આઈ. માણાવદર ખાતે આગામી 18 જુલાઈના રોજ સવારે 9:30 વાગ્યાથી મારુતિ સુઝુકી કંપની દ્વારા મેગા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રિન્સિપાલ પ્રફુલ્લગીરી અપારનાથીના જણાવ્યા મુજબ, અમદાવાદના બેચરાજી (હાંસલપુર) પ્લાન્ટ માટે એપ્રેન્ટિસ અને નોકરી માટે ઉમેદવારોની પસંદગી કરાશે.
આ કેમ્પસ ઇન્ટરવ્યુમાં 10 પાસ, 12 પાસ તેમજ ડિપ્લોમા કે આઈ.ટી.આઈ. ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા યુવાનોએ આધાર કાર્ડ, પાન કાર્ડ, 4 પાસપોર્ટ સાઇઝ ફોટો અને શૈક્ષણિક માર્કશીટ સાથે જૂનાગઢ રોડ સ્થિત સંસ્થા ખાતે હાજર રહેવાનું રહેશે.
આ ઉપરાંત આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્સ માટે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ 18થી 22 જુલાઈ દરમિયાન ચાલશે. પ્રિન્સિપાલે યુવાનોને આર્થિક પગભર બનાવવા અને આ ઉજ્જવળ તકનો વધુમાં વધુ લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો છે.

