Junagadh, તા.17
જૂનાગઢમાં સૂરજ ઉર્ફે ભુવાજી એ પોતાના મિત્રો સાથે મળી લીવ ઈન મા રહેતી યુવતીને સુરેન્દ્રનગરના સાયલા પાસે વાટા વચ્છ ની સીમમાં ગણેશ ટૂંકમાં આપી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી.
જે કેસ ગઈકાલે જુનાગઢ ની પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સુરજ ઉર્ફે ભુવાજી સહિત પાંચને આજીવન કેદની સજા સાથે 50 50 હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ જૂનાગઢના ભરડાવા વિસ્તારમાં રહેતા અને દોરા ધાગા સહિતની વિધિ કરતાં સુરજ ઉર્ફે ભુવાજી લાખા સોલંકી સાથે ધારા કડીવાર નામની યુવતી રહેતી હતી. બંને વચ્ચે કોઈ વિવાદ સજાતા આ યુવતીએ સુરજ ઉર્ફે ભુવાજી લાખા સોલંકી સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.
બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું, અને ધારા અને સુરજ ઉર્ફે ભુવાજી એ મૈત્રી કરાર કર્યા હતા અને બંને સાથે રહેતા હતા. ધારા કડીવાર સુરજ ઉર્ફે ભુવાજી ના સાંસારિક જીવનમાં કાંટા રૂપ બની ગઈ હતી.
જેથી સુરજે તેના મિત્રો સાથે ધારાને પતાવી દેવાનું નક્કી કરી સુરેન્દ્રનગરના સાયલા નજીક વટાવછ ની સીમમાં અવાવં જગ્યાએ લઈ જઈ ધારાને દુપટ્ટા વડે ગળા ટૂંકું આપી હત્યા કરી નાખી હતી બાદમાં લાશને ખાડામાં ફેંકી સળગાવી દીધી હતી.
19 જૂન 2022 ના ઘટના માં તારીખ 27 5 2023 ના ધારા પરિવારના ભાઈ મિત વિનોદભાઈ કડીવાર એ સૂરજ ઉર્ફે ભુવાજી લાખા સોલંકી, તેના મિત્રો ગુંજન જીતેન્દ્ર જોશી, મીત આનંદ શાહ, યુવરાજ લાખા સોલંકી, મુકેશ બીજલ સોલંકી, જુગલ આનંદ શાહ અને મોનાબેન આનંદ શાહ સામે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ જુનાગઢ પાંચમાં એડિશનલ જજ હિતેશકુમાર દામોદરા એ સરકારી વકીલ એનડી પુરોહિત તેમજ ડીસી ઠાકરની દલીલો, 115 દસ્તાવેજિક તેમજ 59 મૌખિક પુરાવો ને ધ્યાને લઇ જૂનાગઢના ભરડાવાવ નજીક રહેતો સુરજ ઉર્ફે ભુવાજી લાખા સોલંકી ઓ 32 યુવરાજ લાખા ઉમર સોલંકી 29 , દાતાર રોડ પર રહેતું ગુંજન જીતેન્દ્ર જોશી હું 3જ્ઞ, અમદાવાદના મીત આનંદ શાહ 25, સાયલાના નોલી ગામના મુકેશ બીજલ સોલંકી હું 25 ને તસકિરવાન ઠેરવી આજીવન કેસની સજા ઉપરાંત 50 50 હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ એક એક વર્ષની સજા ફટકારી હતી જ્યારે અન્ય ત્રણ ને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા.

