Junagadh, તા.18
જુનાગઢ જિલ્લામાં માર્ગ સલામતી અને સુરક્ષાને વધુ સુંદર બનાવવા ના હેતુથી જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી એ બેઠક બોલાવી હતી આ બેઠકમાં હાઇવે ઉપર થતા અકસ્માતો ને નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થાને અડચણરૂપ બનતા પરિબળો અંગે ગંભીર નોંધ લઇ કડક નિર્ણયો લઈ તેની અમલવારી કરવા તાકીદ કરી છે .
હાઇવે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા નેશનલ હાઈવેNH 151 અનેNH-51 ના ઇન્સ્પેક્શન દરમિયાન મોટાભાઈ ગેરકાયદેસર દબાણો, આડેધડ વાહન પાર્કિંગ, મંજૂરી વિના ધમધમતા ધાબા અને ડિવાઇડર તોડી ને પાડેલા કટ જોવા મળ્યા હતા.
આ રિપોર્ટના આધારે કલેકર યોગેશ ચૌધરી એ આદેશ આપ્યો છે કે રોડ સેફ્ટીની ગાઈડ લાઈન અનુસાર માત્ર નોટિસ જનહીં અપાય પરંતુ આવા અનઅધિકૃત બાંધકામો અને દબાણોને આગામી મહિના સુધીમાં સીલ કરી તોડી પાડવામાં આવશે. ડિમોલિશન ની આ પ્રક્રિયા દરમિયાન જો કોઈ તત્વો ખલેલ પહોંચાડશે તો પોલીસ બંદોબસ્ત સાથે તેમની સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવશે.
હાઈવે પર અકસ્માત કે ઇમરજન્સી સમયે વાહન ચાલકોને સત્વરે મદદ મળી રહે તે માટે બંને નેશનલ હાઈવે પર 500 મીટર એ 10 33 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર દર્શાવતા રેડિયમ વાળા નાઈટ વિઝન સાઈન બોર્ડ લગાવવા તંત્રને સુચના અપાય છે. આ બોર્ડ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં રહેશે
ઉપરાંત દિશા સૂચક બોર્ડ, રખડતા પશુઓ ને રોકવા માટે બેરિયર અને ચેતવણી આપતા નવા બોર્ડ મૂકવાની સાથે જુના 600 જેટલા સાઈન બોર્ડ નું સમારગામ એક માસમાં પૂર્ણ કરાશે. ગ્રામ્ય વિસ્તારના અકસ્માતો નિવારવા ખેડૂતો માટે એક ઝુંબેશ હાથ ધરાશે, જેમાં જિલ્લાના 10000 જેટલા ટ્રેક્ટરની પાછળ રેડિયમ પ્લેટ લગાવવામાં આવશે.
બેઠકમાં તાકીદ કરવામાં આવી છે કે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરતા વાહનચાલકો સામે કોઈ જ નરમાસ દાખવ્યા વગર અતિ ભારે દંડ વસૂલવામાં આવશે, તેમજ જે લોકોએ નોટિસનો જવાબ નથી આપ્યો તેમના જાહેર માર્ગો પર પડેલા બીનવર સુવાનું કબજો આગામી મહિના સુધીમાં લઈ લેવાશે.

