Bhavnagar,તા.21
મહુવા તાલુકાના કંટાસર ગામના યુવકને ભાદ્રોડ ગામ પાસેના પેટ્રોલપંપ પર રાતોલ ગામે રસ્તાના પુરાણનું કામ રાખવા મુદ્દે લોખંડના પાઈપ અને ઢીકાપાટુંનો માર માર્યાં અંગેની પોલીસ ફરિયાદ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે.
મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા સંજયભાઈ ભુપતભાઈ બાંભણિયાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં લાલજી વાઘજીભાઈ વાસિયા, કલ્પેશ અને રઘુ કાબાભાઈ આજરા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ રઘુભાઈ ભરવાડની ગાડીમાં પેટ્રોલ પુરાવવા ભાદ્રોડ ગામ પાસે આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા ઉતરતા ઉક્ત લાલજીભાઈએ અપશબ્દો કહી ત્રણેય શખ્સો ઢીકાપાટુંનો માર મારી રાતોલ ગામે તે રસ્તાના પુરાણનું કામ કેમ રાખેલ છે તેમ કહી ઢીકાપાટુંનો માર મારી તથા લાલજીભાઈ અને કલ્પેશભાઈએ લોખંડના પાઈપના બે ઘા મારી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.

