Bhavnagar,તા.21
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મફતનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વો વચ્ચે સામસામે ઉગ્ર માથાકૂટ અને બેફામ પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક અથડામણની ઝપેટમાં આવતાં નિર્દોષ કરિયાણાના વેપારીની દુકાનને નુકસાન પહોંચ્યું છે.
અક્ષરપાર્ક રોડ પર સીતારામ સ્ટોર ચલાવતા વિજયભાઈ હરજીભાઈ સોલંકી મોડી રાત્રે ઘરે હાજર હતા ત્યારે તેમની શેરીમાં શૈલેષ ધનજીભાઈ પરમાર તથા નરેશ ઉર્ફે મચ્છા પ્રવિણભાઈ પરમાર (એક પક્ષે) અને સામે પક્ષે મનીષ નરેશભાઈ બારૈયા તથા સન્ની રાજુભાઈ મકવાણા વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો શરૃ થયો હતો.બંને પક્ષે ફેંકાયેલા પથ્થરો વિજયભાઈની દુકાનના સિમેન્ટના પતરા પર વાગતાં પતરાં તૂટી ગયાં હતાં. દુકાનમાં બેઠેલા તેમના સસરાએ પથ્થરો ફેંકવાની ના પાડતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ધજીવતા નહીં છોડીએધ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ વેપારીએ તાત્કાલિક ૧૧૨ નંબર પર કંટ્રોલ રૃમમાં ફોન કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ અંગે વિજયભાઈ સોલંકીની ફરિયાદના આધારે બોતળાવ પોલીસે શૈલેષ પરમાર, નરેશ ઉર્ફે મચ્છા, મનીષ બારૈયા અને સન્ની મકવાણા સામે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

