Bhavnagar,તા.21
શહેરી વિસ્તારની પ્રા.શાળા, મા. અને ઉ.મા. શાળાના શિક્ષકોને જીકાર્ડ અને કર્મયોગી પોર્ટલ સબંધિત ટેકનિકલ અને વહિવટી મુશ્કેલીઓ પડતી હોય જેનું નિરાકરણ લાવવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઇ હતી. જ્યારે એચપીઆરએન નંબર ઝડપી જનરેટ થાય તેવી વ્યવસ્થા હાલ શરૃ હોવાનું જણાવ્યું હતું.
મહાનગરપાલિકામાં પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો અને કર્મચારીઓ જી-કાર્ડ તથા કર્મયોગી પોર્ટલના અમલીકરણ દરમિયાન વિવિધ ટેકનિકલ અને વહિવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેના કારણે કર્મચાયરીઓની માહિતીના સંચાલન તથા વિવિધ સેવાકીય પ્રક્રિયાઓમાં અનાવશ્યક વિલંબ સર્જાઇ રહ્યો છે. આ સંદર્ભે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તમામ શિક્ષકો અને કર્મચારીઓની સંપૂર્ણ, સચોટ તથા અપડેટેડ વિગતો ઉપલબ્ધ થાય તે માટે કાર્યક્ષમ અને સુદ્રઢ સોફ્ટવેર વ્યવસ્થા વિકસાવવાની માંગ કરી છે. સાથે કર્મયોગી પોર્ટલમાં નોંધણી બાદ શિક્ષકો અને કર્મચારીઓના એચપીઆરએન નંબર ઝડપથી અને શક્ય હોય ત્યાં સુધી આપમેળે જનરેટ થાય તેવી વ્યવસ્થા કરવા અથવા વિકલ્પરૃપે જીપીએફ નંબર, પાન નંબર અથવા અન્ય કોઇ માન્ય યુનિક આઇડીના આધારે કર્મયોગી પોર્ટલની તમામ સેવાઓ અને પ્રક્રિયાઓનો લાભ મેળવી શકાય તેવી વ્યવસ્થા તાત્કાલિક અમલમાં મુકવા રજૂઆત થઇ હતી. જો કે, શિક્ષણ સચિવના જણાવ્યા મુજબ એચઆરપીએન નંબરની જેમ અન્ય એક યુનિક આઇડી બને તે માટે પ્રક્રિયા થઇ રહી હોવાનું જણાવ્યું હતું.
A

