Bhavnagar,તા.21
સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીનો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ ઓનલાઈન પોર્ટલ ટેકનીકલ ખામીને કારણે ચાલતા નથી તેથી સમયસર કામગીરી થતી નથી, આવુ જ હાલ જન્મ-મરણના દાખલા કઢાવવાની કામગીરીમાં જોવા મળી રહ્યુ છે. સીઆરએસ પોર્ટલ કોઈ કારણસર ડચકા ખાય છે તેથી ભાવનગર શહેર-જિલ્લામાં જન્મ-મરણના દાખલાની કામગીરી ઝડપથી થતી નથી. જન્મ-મરણના દાખલા સમયસર નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં સીઆરએસ પોર્ટલ પરથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી થાય છે. સીઆરએસ પોર્ટલ છેલ્લા પાંચ દિવસથી ટેકનીકલ ખાલીને કારણે બંધ થઈ જાય છે તેથી જન્મ-મરણના દાખલા કાઢવામાં મૂશ્કેલી પડી રહી છે. આશરે છેલ્લા દોઢ માસથી સીઆરએસ પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ થવાથી કામગીરી ઝડપી થઈ શકતી નથી તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને એપ્રુવલની સત્તા આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્રની ચકાસણી કર્યા બાદ એપ્રુવલ આપે છે. પોર્ટલ ડચકા ખાતુ હોવાથી જિલ્લા પંચાયતમાં હાલ આશરે રપ૦૦ અરજી પેન્ડીંગ છે. પોર્ટલ ચાલે તો દરરોજ આશરે રરપ જન્મ-મરણના દાખલાને એપ્રુવલ આપવામાં આવે છે પરંતુ પોર્ટલ ધીમુ ચાલતુ હોવાથી માંડ ૩૦-૪૦ દાખલા નિકળતા હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

