(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૨
મોરબી શહેરમાં લાંબા સમયથી મેઘાડંબર વચ્ચે આખરે આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદ શરુ થયો હતો અને બે કલાકના સમયગાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા મોરબી શહેરના રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા અને મહાપાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના જે ગાણા ગયા હતા તેની પોલી ખુલી ગઈ હતી
વહેલી સવારે વરસાદને પગલે શહેરના રોડ રસ્તા પાણી પાણી થયા હતા શહેરના તખ્તસિંહજી રોડ, રવાપર રોડ, એલ ઈ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને છુટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે તો શહેરની શાકમાર્કેટમાં ચાલી ના સકાય એટલું પાણી ભરાઈ ગયું હતું પ્રી મોન્સૂન કામગીરી દર વખતે ચોપડે હોય તેવું લાગી રહ્યું છે એક વરસાદમાં જ શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે અને વાહનો ચાલી ના સકે તેટલા પાણી ભરાઈ જતા હોય છે પરંતુ તંત્રને નાગરિકોની પીડા સાથે કશી લેવા દેવા ના હોય તેમ કાગળ પર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તેમજ બપોર સુધીમાં મોરબીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો
શહેરના સિવિલ હોસ્પિટલ નજીક આવેલ રોડ નવો બનાવવાની કામગીરી ચાલતી હોવાથી ગાંધી ચોક થઈને વાહનચાલકો તખ્તસિંહજી રોડ પરથી પસાર થતા હોય છે જે શહેરનો મુખ્ય માર્ગ છે અને આજે વરસાદને પગલે વાહનો ચાલી ના સકે તેટલું પાણી ભરાઈ જતા વેપારીઓ રોષે ભરાયા હતા અને ચક્કાજામ કરી નાખ્યો હતો જેથી પોલીસ દોડી ગઈ હતી અને રોડ બંધ થવાથી નાગરિકોને હાલાકી પડે છે અને તંત્રને રજૂઆત કરવાનું કહેતા વેપારીઓ મહાપાલિકા કચેરી દોડી ગયા હતા અને મેયર સમક્ષ રજૂઆત કરી હતી જે રોડ પર પાણી ભરાઈ ગયા હતા તે મહાપાલિકા મુખ્ય કચેરીથી ૧૦૦ મીટર જ દુર છે
મેયર ઉત્તમ સુરાણીએ વેપારીઓની રજૂઆત અંગે જણાવ્યું હતું કે રજૂઆત મળતા ડીપાર્ટમેન્ટ હેડ સાથે મીટીંગ કરી તુરંત ટીમને સ્થળ પર મોકલી હતી અને સમસ્યાનું તાત્કાલિક નિવારણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલ પૂછતાં તંત્ર દ્વારા વોકળા અને નાલાની સફાઈ કરવામાં આવી છે તેવો જવાબ આપ્યો હતો
મોરબી શહેરમાં સવારે માત્ર દોઢ ઇંચ વરસાદથી જ શહેરના રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા જેથી વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી પરંતુ તંત્રને શરમ આવતી નથી કે નથી નાગરિકોની પીડા સમજાતી. મેયર સાહેબ પ્રી મોન્સૂન કામગીરીમાં વોકળા-નાલા સફાઈ કરવામાં આવી હોવાના ગાણા ગઈ રહ્યા છે પરંતુ ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તો દોઢ ઇંચ વરસાદમાં આટલા પાણી કેમ ભરાઈ ગયા તેનો જવાબ કોણ આપશે ?

