વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતને કારણે જ આ રાજીનામું શક્ય બન્યું : એનસીપી વડા શરદ પવાર
New Delhi, તા.૨૫
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને અન્ય બે માંગણીઓ સ્વીકારાયા બાદ જંતર-મંતર પર ચાલી રહેલું પ્રદર્શન સમેટાઈ ગયું છે. આ દરમિયાન એનસીપી (એસપી)ના વડા શરદ પવારે દાવો કર્યો છે કે, તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતને કારણે જ આ રાજીનામું શક્ય બન્યું છે. તેમણે દેશની યુવા શક્તિની આ સફળતાને મોટી જીત ગણાવી હતી અને વિપક્ષી નેતાઓનો આભાર માન્યો હતો.
શરદ પવારે જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આંદોલનકારી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે સંવાદ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પીએમ મોદીને વિનંતી કરી હતી કે, લોકશાહીમાં સંવાદ જરૂરી છે અને કાં તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અથવા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે. પવારે ઉમેર્યું કે, ’મેં પીએમ મોદીને હઠ ન રાખવા અપીલ કરી હતી અને સદનસીબે તેઓ વાતચીત માટે તૈયાર થઈ ગયા, જેનું પરિણામ આજે શિક્ષણ મંત્રીના રાજીનામા તરીકે સામે આવ્યું છે.’
નીટ પરીક્ષામાં કથિત ગડબડી, પેપર લીક અને પરીક્ષાની પારદર્શિતા સામે ઊભા થયેલા સવાલોને કારણે દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ હતો. વિરોધીઓ અને છાત્ર સંગઠનોનો આરોપ હતો કે કેન્દ્ર સરકાર સમયસર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. સતત વધતા જાહેરમાં અને રાજકીય દબાણને કારણે નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.
આ આંદોલનનું નેતૃત્વ જૂન મહિનાથી કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) કરી રહી હતી. ગત ૨૦ જુલાઈના રોજ જંતર-મંતર પર હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. પ્રખ્યાત શિક્ષણ સુધારક સોનમ વાંગચુક પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ૨૦ દિવસ સુધી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા હતા. તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, ત્યારબાદ ઝ્રત્નઁ પ્રમુખ અભિજીત દિપકે ભૂખ હડતાળ શરૂ કરી હતી. અંતે સરકારે માંગણીઓ સ્વીકારી લેતાં ઝ્રત્નઁએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

