Rajkot , તા.૨૫
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી PM Modiનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત દ્વારા દર માસના અંતિમ રવીવારે મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તેમજ ભારતીય જનતા પાર્ટી દરેક શહેરમાં આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરના મુખ્ય આગેવાનો, સંગઠનના હોદેદારો, રાજકોટ શહેર મોરચાના કાર્યકર્તાઓ, વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, બુથના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ રાજકોટ શહેરના વિવિધ સ્થળોએ ગોઠવણી કરી કાર્યક્રમને નિહાળતા હોય છે.
આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા અને તેની વ્યવસ્થાની ગોઠવણી સહિતની જવાબદારીઓ માટે રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ નવી નિમણુંક કરેલ છે જેમાં રાજકોટ મહાનગરના આ કાર્યક્રમના સંયોજક શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, સહસંયોજક પૂર્વ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ભરતભાઇ શીંગાળા, શહેર મંત્રી નિશાબેન રાણપરા તેમજ વિધાનસભા-૬૮ ના ઈન્ચાર્જ પરાગભાઈ મહેતા, વિધાનસભા-૬૯ ના ઈન્ચાર્જ વિરેન્દ્રભાઈ ભટ્ટ, વિધાનસભા-૭૦ ના ઈન્ચાર્જ શૈલેષભાઈ ડાંગર અને વિધાનસભા-૭૧ ના ઈન્ચાર્જ ભાસ્કરભાઈ જસાણીની નિમણુંક કરવામાં આવી છે.

