Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર
    • Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી
    • Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા
    • Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના
    • Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા
    • Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત
    • Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી
    રાજકોટ

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.27
    રાજકોટમાં ચોમાસાની સીઝન દરમ્યાન પણ અનેક વિસ્તારમાંથી દુષિત પાણીની ફરિયાદો આવતી હોય અને જનરલ બોર્ડમાં કોર્પોરેટરો પણ રોષ ઠાલવતા હોય, આજથી કમિશનરસહિતના અધિકારીઓએ જ્યાંથી પુરા શહેરમાં  ઝોનવાઇઝ પાણી વિતરણ થાય છે એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેવાનું શરૂ કર્યુ છે. આજે કમિશનર તુષાર સુમેરાએ ઇજનેરો સાથે  ડબલ્યુટીપીની મુલાકાત લીધી હતી અને પાણીના કલોરીનના સેમ્પલ જાતે ચકાસ્યા હતા.

    મહાપાલિકાના ટાંકાઓમાંથી નીકળતા પાણી અને લોકોના ઘર સુધી નળ વાટે પહોંચતા પાણીની ગુણવત્તા શુધ્ધ અને એક  સરખી હોવી જોઇએ તેવી અધિકારીઓને સૂચના આપી છે. તો જરૂર પડયે સુપર કલોરીનેશન કરીને  પણ દુષિત પાણીનો પ્રશ્ર્ન ઉકેલવા સૂચના આપી છે.

    કમિશનર આજે વેસ્ટ ઝોનમાં આવેલા રૈયાધાર ડબલ્યુટીપી પર ગયા હતા. તેમની સાથે વોટર વર્કસ ઇજનેર કે.પી.દેથરીયા સહિતના અધિકારીઓ પણ હતા. પ્લાન્ટના સ્ટાફે પ્રોસેસમાં રહેલા પાણીના સેમ્પલ કમિશનરને દેખાડયા હતા. તો કમિશનરેજાતે પાણીની ગુણવત્તા ચકાસી હતી.

    કલોરીનના સેમ્પલની ચકાસણી કરી હતી. કમિશનરે જણાવ્યું હતું કે, મનપાના આવા જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આજથી ઉચ્ચ અધિકારીઓએ જાતે ચકાસણી કરવાનું શરૂ કર્યુ છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રહેલા પાણીની ગુણવત્તા સારી હોય અને કલોરીનેશન પણ યોગ્ય હોય તો   અમુક વિસ્તારમાં લોકોના ઘર સુધી પહોંચતું પાણી પ્રદુષિત  કેમ થઇ જાય છે તે ખાસ ચકાસવાની જરૂર છે.

    લોકોના ઘર સુધી પાઇપલાઇન વાટે પાણી પહોંચે છે. આથી જો નળ સુધી પહોંચવામાં પાણી પ્રદુષિત થઇ જતું હોય તો પાઇપલાઇનમાં કોઇ ખરાબી, લીકેજ જેવી શકયતા રહે છે. આ તમામ બાબતો ચકાસવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આજે પાણી કલોરીન સાથે પ્લાન્ટ પર શુધ્ધ દેખાયું છે. આમ છતાં પાણીના નમુના લઇ વધુ પૃથ્થકરણ કરાવવામાં આવી રહ્યું છે. ચોમાસામાં તો દુષિત પાણીના કારણે લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આ માટે વિકલી સુપર કલોરીનેશન કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

    પ્લાન્ટ બાદ દુર દુર સુધી જતી પાઇપલાઇન અને બાદમાં રહેણાંક વિસ્તારમાં જતી પાઇપલાઇનની ચકાસણી કરી લીકેજ હોય તો તે દુર કરવા સાથે લાઇનલોસથી પાણીનો બગાડ ન થાય તે પણ જોઇ લેવા ઇજનેરોને જણાવાયું છે.

    આ સમગ્ર બાબતની ગંભીર ચકાસણી સીનીયર અધિકારીઓના સુપરવિઝનમાં થશે તેમ પણ કમિશનરે કહ્યું હતું.રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે કમિશ્ર્નર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ક્લોરિનના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

    કમિશનરે અધિકારીઓને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા નિયમો મુજબ સતત જાળવી રાખવા, ક્લોરિનનું પ્રમાણ નિર્ધારિત ધોરણો અનુસાર જાળવવા તેમજ પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવામાં આવે તે અંગે સૂચના આપી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ કમિશનરે કહ્યું હતું.

    રૈયાધાર બાદ કમિશ્ર્નર અને ઇજનેરોની ટીમે ન્યારી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. પાણીની ગુણવત્તા ચકાસવા રો-વોટર અને ફિલ્ટર વોટરના નમુના ચકાસવામાં આવી રહ્યા છે.

    રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણીના નમુનાની ચકાસણી કરી અધિકારીઓને સૂચના આપતા કમિશનર નજરે પડે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા
    Next Article Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026
    રાજકોટ

    Kotda Sangani: ભારે વરસાદની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફની પ્રતિબદ્ધતા સંજય પીપળીયા

    July 25, 2026
    રાજકોટ

    Rajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 17:38
    Categories
    Latest News

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.