૧૯૩૦ હેલ્પલાઇન પર તાત્કાલિક જાણ કરો, સમયસરની કાર્યવાહીથી સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં બચાવવાની શક્યતા વધશે
Gandhinagar,તા.૨૭
સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે ગુજરાત સરકારે નવી ડિજિટલ સેવા શરૂ કરી છે. ગાંધીનગરથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ ઈ-ઝીરો હ્લૈંઇ’ સેવાનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. માત્ર ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર જાણ કરતાં જ ઘરબેઠાં ઈ-ઝીરો હ્લૈંઇ નોંધાઈ જશે અને ફરિયાદ આપોઆપ સંબંધિત પોલીસ સ્ટેશન સુધી પહોંચી જશે.
નવી વ્યવસ્થા મુજબ, સાયબર છેતરપિંડીની ઘટના બનતાં જ પીડિતે ૧૯૩૦ હેલ્પલાઇન પર કોલ કરીને ઘટનાની માહિતી આપવાની રહેશે. ફરિયાદ નોંધાયા બાદ સિસ્ટમ દ્વારા તરત જ ઈ-ઝીરો હ્લૈંઇ જનરેટ થશે અને તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપમેળે ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવશે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ નિયમિત હ્લૈંઇ નોંધવાની તેમજ તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરશે.
સરકારનું માનવું છે કે સાયબર ફ્રોડના કેસોમાં સમય સૌથી મહત્વનો હોય છે. જેટલી ઝડપથી ફરિયાદ નોંધાય, એટલી ઝડપથી બેંક ખાતાં ફ્રીઝ કરાવી અથવા ટ્રાન્ઝેક્શન હોલ્ડ કરાવી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા વધી જાય છે. નવી ઈ-ઝીરો હ્લૈંઇ વ્યવસ્થાથી પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમ તાત્કાલિક કાર્યવાહી કરી શકશે, જેના કારણે પીડિતોને નાણાકીય નુકસાનમાંથી રાહત મળવાની સંભાવના વધશે.
આ નવી સેવાનું પ્રથમ સફળ પરિણામ પણ સામે આવ્યું છે. અમદાવાદના એક રહેવાસી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે થયેલી સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ કેસમાં રાજ્યની પ્રથમ ઈ-ઝીરો હ્લૈંઇ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ વિભાગે ઝડપી કાર્યવાહી કરીને રૂ. ૧૫.૭૬ લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી. આ ઘટનાને નવી વ્યવસ્થાની અસરકારકતા તરીકે જોવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની સાયબર નાણાકીય છેતરપિંડી, શંકાસ્પદ ફોન કોલ, લિંક અથવા ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓમાં ગભરાવું નહીં, પરંતુ તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી. સમયસર કરવામાં આવેલી ફરિયાદથી છેતરાયેલી રકમ પરત મેળવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.

