New Delhi તા.28
પેન્ડીંગ ચલણ, એકસીડન્ટ વાળી ગાડી, પોલ્યુશન વિના કે ઈુસ્યોરન્સ સહિત કોઈ આપરાધિક ગતિવિધિમાં ઉપયોગી ગાડીને વેચવી સરળ નહીં રહે. આ જ રીતે બીએસ-6 ગાડીઓને પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) રિન્યુ કરાવવામાં ત્રણ વર્ષની રાહત આપવા જેવા મામલામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવા નિયમ બનાવવા જઈ રહ્યું છે. આ બારામાં મંત્રાલયે ડ્રાફટ નોટિફીકેશન ઈશ્યુ કરી લોકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચનો માંગ્યા છે. જેથી તેમના માટે નવા નિયમો લાગુ થાય તો તેમને કોઈ પરેશાની ન નડે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરેખર તો ઘણીવાર ડીલર જે પણ ખરીદનારને ગાડી વેચે છે તેને ઘણીવાર મહિનાઓ સુધી અસલ માલિકને ટ્રાન્સફર નથી કરાવતા, આ સ્થિતિમાં જો નવા ખરીદનારે એ ગાડી ચલાવતી વખતે કોઈ ટ્રાફીક નિયમ તોડયો તો ચલણ અસલ માલિક પાસે પહોંચે છે. એ ગાડીનો ક્રાઈમમાં ઉપયોગ થવાનો પણ ડર રહે છે. આવી તમામ આશંકાઓને ખતમ કરીને નવા નિયમોમાં આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જો 6 મહિનામાં ગાડી ખરીદનારના નામે ટ્રાન્સફર ન કરાઈ તો તે ઓટોમેટીક ડીલરની ઓનરશિપમાં આવી જશે. કોઈ ગાડીનું ચલણ બાકી છે, તેનો વીમો, ઈુસ્યોરન્સ, પીયુસી કે ટેકસ પેન્ડીંગ છે તો આવી ગાડી વેચી નહીં શકાય, આવી ગાડી ત્યારે વેચી શકાશે .
જયારે, જયારે તેના પર કોઈ પ્રકારનું ચલણ કે અન્ય કોઈ પ્રકારનો પેન્ડીંગ મામલો ન હોય. ગાડી વેચતી વખતે ડીલરે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ફોર્મ નં.29સીએ તરીકે ડેકલેરેશન પણ આપવું પડશે. જેમાં તેણે વેચવામાં આવનાર ગાડી પર કોઈપણ પ્રકારના એકસીડેન્ટ, ક્રિમીનલ કેસ કે કોઈપણ પ્રકારના પેન્ડીંગ ચલણ વગેરેના બારામાં ઘોષણા કરવી પડશે.

