Islamabad,તા.28
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણીમાં સોમવારે મતદાન દરમિયાન અનેક જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી. ચુંટણીમાં ગરબડના આરોપો લાગ્યા છે. અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે થઈ હતી અને અથડામણ સુરક્ષા દળો પર ફાયરીંગના આરોપો લાગ્યા છે.
સૂત્રો અનુસાર રાવલાકોટમાં પાક રેન્જર્સના ફાયરીંગમાં 19 દેખાવકારોના મોત થઈ ગયા છે, જયારે અનેક ડઝન લોકો ઘાયલ થયા છે. અહીના લોકોએ મોટા પ્રમાણમાં ચુંટણીનો બહિષ્કાર કર્યો છે, જેને લઈને ચુંટણી પર સવાલો ઉભા થયા છે.
સૌથી મોટી ઘટના ભીંબરમાં બની હતી, જયાં મતદાન કેન્દ્ર પર અલગ-અલગ રાજનીતિક દળોના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. પાકિસ્તાની મીડીયા મુજબ એક મતપેટીને કથિત રીતે છીનવી લેવામાં આવી હતી અને બાદમાં તેમાં આગ લગાડી દેવામાં આવી હતી.
આથી તેની અંદર રાખેલા વોટ સળગી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચુંટણી નિયમો અનુસાર કરવામાં આવશે, બાદમાં નકકી થશે કે બીજીવાર મતદાન કરવું કે નહીં, આ ઘટનાને લઈને આરોપ લાગ્યો છે કે ચુંટણીને અસર કરવા બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોટલી જિલ્લામાં પણ હિંસાની ખબર છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના કાર્યકર્તા મુખ્તાર યુનુસનું અથડામણમાં મોત થયું હતું. નાગરિકો પર ગોળી ચલાવાઈ જેએએએસનો આરોપઃ આ ચુંટણી એવા સમયે થઈ રહી છે.
જયારે જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એકશન કમીટી (જેએએસી) વચ્ચે ટકકર ચાલુ છે, આ નાગરિકો સંગઠનોનો એક સમૂહ છે, જેણે શાસન, આર્થિક સમસ્યાઓ અને રાજનીતિક સુધારાઓને લઈને આંદોલન ચલાવ્યું છે.
સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટમાં જેએએએસે આરોપ લગાવ્યો છે કે રાવલાકોટમાં સુરક્ષા દળોએ આમ લોકો પર ગોળી ચલાવી છે. અહેવાલો મુજબ પાક. રેન્જર્સના ફાયરીંગમાં 19 દેખાવકારોના મોત થયા છે. ડઝનબંધ ઘાયલ થયા છે.

