(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮
જેતપર ગામમાં કપાસના પાકનું વાવેતર કરેલ હોય જે પાક નબળો હોવાથી ચિંતિત રહેતા શ્રમિક યુવાને પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મૂળ દાહોદના વતની હાલ મોરબીના જેતપર ગામે રહેતા નયન માનસિંગ મોહનીયા નામના યુવાને જેતપર ગામમાં જમીન વાવવા રાખી છે અને કપાસનું વાવેતર કર્યું હોય જે કપાસનો પાક નબળો હોવાથી ચિંતા થતી હતી અને ચિંતિત રહેતા યુવાને ગત તા. ૨૭ ના રોજ વાડીમાં આવેલ ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

