(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦ઃ
માળિયામાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી લઈને હજુ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે ત્યારે મોરબીમાં વધુ એક ભેળસેળ કરી દારૂ વેચવાના કારસાનો પોલીસે પર્દાફાશ કરી મુદામાલ ઝડપી લીધો છે આરોપી રેડ દરમિયાન નાસી જતા વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ધોળેશ્વર રોડ પર રહેતા આરોપી સાજીદ કાદર લધાણીના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપી રેડ દરમિયાન નાસી ગયો હતો મકાનમાંથી ગ્રીન લેવલ વ્હીસ્કી ૧૮૦ મિલીની બોટલોનો ઈંગ્લીશ દારૂ વપરાયેલ ૧૦૦ પાઈપર સ્કોચ વ્હીસ્કીની કાચની બોટલમાં ભરી આર્થિક ફાયદા માટે નીચલી ગુણવત્તાવાળો દારૂ ઉંચી ગુણવત્તા વાળી દારૂની બોટલોમાં ભરી વેચાણ કરવાના ઈરાદે લોકો સાથે છેતરપીંડી કરવાના કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો મકાનમાંથી દારૂની ૮ બોટલ કીમત રૂ ૪૫૨૦ અને ૧૮૦ એમએલ ખાલી બોટલ નંગ ૩૬ સહિતનો મુદામાલ પોલીસે ઝડપી લીધો છે આરોપી સાજીદ કાદર લધાણી નાસી જતા આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

