Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છોટા ઉદેપુરમાંથી બાઈક ચોરી કરી પાંચેક વર્ષથી ફરાર ઇસમને Morbi એલસીબી ટીમે ઝડપી લીધો

    July 28, 2026

    Wankanerના માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત

    July 28, 2026

    સ્થાનિક ખરીદી નબળી પડતા Indian stock market માં ઘટાડાની લહેર…!!!

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છોટા ઉદેપુરમાંથી બાઈક ચોરી કરી પાંચેક વર્ષથી ફરાર ઇસમને Morbi એલસીબી ટીમે ઝડપી લીધો
    • Wankanerના માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત
    • સ્થાનિક ખરીદી નબળી પડતા Indian stock market માં ઘટાડાની લહેર…!!!
    • જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ફક્ત પીએમ મોદી અને શાહ જ લઈ શકે છે,ઓમર
    • Jauhar University સામે પ્રસ્તાવિત બુલડોઝર કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. માયાવતીએ નિર્ણયનું સ્વાગત કર્યું
    • Supreme Court અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો
    • વિદ્યાર્થી પ્રદર્શન સામે પોલીસ કાર્યવાહી અંગે “ન્યાય” શબ્દો લખેલી પાટો પહેરીને Pappu Yadav સંસદમાં વિરોધ કર્યો
    • રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»સ્થાનિક ખરીદી નબળી પડતા Indian stock market માં ઘટાડાની લહેર…!!!
    વ્યાપાર

    સ્થાનિક ખરીદી નબળી પડતા Indian stock market માં ઘટાડાની લહેર…!!!

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, બેન્કિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં મજબૂત ખરીદી તેમજ પ્રથમ ત્રિમાસિકના પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની આશાને કારણે મુખ્ય સૂચકાંકોમાં સકારાત્મક શરૂઆત નોંધાઈ હતી. જોકે દિવસ આગળ વધતા ઊંચા ભાવસ્તરે નફાવસૂલી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી અને ખાસ કરીને માસિક ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એક્સપાયરીને કારણે વાયદા બજારમાં પોઝિશન એડજસ્ટમેન્ટ તથા હેજિંગ પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થતાં વોલેટિલિટી વધી હતી.

    પરિણામે દિવસના અંતિમ સત્રમાં લાર્જકેપ શેરોમાં વેચવાલીનું દબાણ વધુ તેજ બન્યું હતું અને મુખ્ય સૂચકાંકો શરૂઆતની તેજી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉપરાંત ઊંચા મૂલ્યાંકન, વૈશ્વિક વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારોએ સાવચેત અભિગમ અપનાવ્યો હતો. એકંદરે બજારની આંતરિક મજબૂતી યથાવત્ રહી હોવા છતાં, ઉપરના સ્તરે સતત નફાવસૂલી અને એક્સપાયરી સંબંધિત વધેલી વોલેટિલિટીએ દિવસના અંતે બજારને નબળાઈ જોવા મળી હતી.

    સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં મજબૂત ખરીદીના કારણે નોંધપાત્ર તેજી જોવા મળી હતી. જોકે દિવસના ઉત્તરાર્ધમાં લાર્જકેપ શેરોમાં નફાવસૂલી, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એક્સપાયરીને સંબંધિત પોઝિશન કટિંગ અને વધતી વોલેટિલિટીને કારણે સૂચકાંક ઉપર દબાણ વધ્યું હતું. અંતે સેન્સેક્સ દિવસની ટોચથી નીચે સરકીને મર્યાદિત નબળાઈ સાથે બંધ રહ્યો હતો, જે ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ યથાવત્ હોવાનું સૂચવે છે.

    નિફ્ટી ફ્યુચરમાં શરૂઆતમાં ખરીદદારોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું, પરંતુ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ નજીક સતત વેચવાલી અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એક્સપાયરીને આધારિત પોઝિશન એડજસ્ટમેન્ટને કારણે દિવસ દરમિયાન ઊંચી વોલેટિલિટી નોંધાઈ હતી. શોર્ટ ટર્મ ટ્રેડર્સ દ્વારા નફાવસૂલી અને શોર્ટ કવરિંગના મિશ્ર પ્રભાવ વચ્ચે વાયદા બજારમાં ઝડપી વધઘટ જોવા મળી હતી. આગામી સત્રો માટે મહત્વના સપોર્ટ લેવલ ઉપર બજાર ટકી રહેવું નિર્ણાયક રહેશે.

    સ્થાનિક સ્તરે નિયમિત એસઆઈપી દ્વારા આવતો મજબૂત નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, સરકારના મૂડી ખર્ચમાં વધારો, મજબૂત આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ પરિણામોની આશાએ બજારને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. જોકે ઊંચા મૂલ્યાંકન, માસિક એક્સપાયરીને અને ટૂંકા ગાળાના ટ્રેડરોની નફાવસૂલીને કારણે બજારમાં વધઘટ વધી હતી.

    વૈશ્વિક બજારોમાંથી મિશ્ર પરંતુ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા હતા. અમેરિકન બજારોમાં સ્થિરતા, એશિયન બજારોમાં મર્યાદિત તેજી અને ક્રૂડ ઓઇલના સ્થિર ભાવ ભારતીય બજાર માટે અનુકૂળ રહ્યા હતા. બીજી તરફ અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા, ડોલરની વધઘટ અને ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારો સાવચેત અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા.

    આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઓટો સેક્ટરમાં શરૂઆતમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. જોકે દિવસના બીજા ભાગમાં મેટલ, રિયલ્ટી અને કેટલાક લાર્જકેપ શેરોમાં નફાવસૂલીનું દબાણ વધ્યું હતું. બીજી તરફ ફાર્મા, પાવર, ડિફેન્સ અને એફએમસીજી સેક્ટરે તુલનાત્મક રીતે મજબૂત અને સ્થિર પ્રદર્શન નોંધાવ્યું હતું.

    બજારની શરૂઆતની તેજી પાછળ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, પ્રથમ ત્રિમાસિકના મજબૂત કોર્પોરેટ પરિણામોની અપેક્ષા, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, SIP દ્વારા સ્થિર નાણાંપ્રવાહ, ક્રૂડ ઓઇલના નિયંત્રિત ભાવ અને ભારતના મજબૂત આર્થિક પાયા મુખ્ય પરિબળો રહ્યા હતા. ઉપરાંત બેન્કિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં સંસ્થાકીય ખરીદીએ પણ બજારને શરૂઆતમાં મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો.

    બજારમાં દિવસના અંતિમ ભાગમાં જોવા મળેલી નબળાઈ પાછળ માસિક ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એક્સપાયરીને કારણે વધેલી વોલેટિલિટી, ઊંચા સ્તરે વ્યાપક નફાવસૂલી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી, ઊંચા મૂલ્યાંકન, વૈશ્વિક વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને ભૂરાજકીય જોખમો મુખ્ય જવાબદાર રહ્યા હતા.દરમિયાન ટ્રેડરો દ્વારા પોઝિશન અનવાઇન્ડિંગ અને જોખમ ઘટાડવાના અભિગમને કારણે બજાર શરૂઆતની તેજી જાળવી શક્યું નહોતું.

    સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સતત નેટ ખરીદી દ્વારા બજારને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પસંદગીયુક્ત વેચવાલી જાળવી રાખી હતી. સ્થાનિક નાણાંપ્રવાહ હજુ પણ ભારતીય ઇક્વિટી બજાર માટે સૌથી મજબૂત આધારરૂપ પરિબળ તરીકે યથાવત્ રહ્યો છે.

    કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિરથી નરમ રહ્યા હતા, જેના કારણે ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવાના દબાણમાં રાહતની સ્થિતિ યથાવત્ રહી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ નોંધાયું હતું. સ્થિર ક્રૂડ ભાવ ઓઇલ માર્કેટિંગ, એવિએશન અને કેમિકલ સેક્ટર માટે અનુકૂળ રહ્યા હતા.

    ભાવિ દિશા :-

    ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ રચનાત્મક અને હકારાત્મક છે, જોકે ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત્ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, એફઆઈઆઈ અને ડીઆઈઆઈની પ્રવૃત્તિ, વૈશ્વિક બજારોનું વલણ, અમેરિકાની વ્યાજદર નીતિ, ડોલરની ચાલ અને ક્રૂડ ઓઇલના ભાવ બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો મુખ્ય સૂચકાંકો મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો ફરી સંસ્થાકીય ખરીદી જોવા મળી શકે છે. જોકે ઉપરના સ્તરે નફાવસૂલી અને વધતા મૂલ્યાંકનને કારણે ટૂંકા ગાળામાં વધઘટ ચાલુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં રોકાણકારોએ ગુણવત્તાસભર લાર્જકેપ અને મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતા શેરોમાં તબક્કાવાર રોકાણ તથા યોગ્ય જોખમ વ્યવસ્થાપન સાથે પસંદગીયુક્ત અભિગમ જાળવવો વધુ યોગ્ય રહેશે.

    તા.૨૯.૦૭.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૮.૦૭.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૧૩૩ પોઈન્ટ થી ૨૪૨૦૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૨૩૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ઓબેરોય રિયલ્ટી ( ૧૮૪૦ ) :- રિયલ એસ્ટેટ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૫૮ થી રૂ.૧૮૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૪૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૨૯ ) :- રૂ.૧૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૧૫૯૦ ના બીજા સપોર્ટથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૪૬ થી રૂ.૧૬૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • અરવિંદો ફાર્મા ( ૧૫૫૭ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • લોધા ( ૧૩૨૮ ) :- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૯૦ ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • સન ફાર્મા ( ૧૯૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૬૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૨૩ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • કોફોર્જ ( ૧૬૮૯ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૩૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૭૪ થી રૂ.૧૬૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • સિપ્લા ( ૧૪૫૦ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૨૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સિસ બેંક ( ૧૨૩૨ ) :- રૂ.૧૨૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૦૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
    • ઝાયડસ લાઇફસાયન્સિસ ( ૧૧૦૬ ) :- રૂ.૧૧૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

                     By Ravi Bhatt

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ફક્ત પીએમ મોદી અને શાહ જ લઈ શકે છે,ઓમર
    Next Article Wankanerના માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Suzlon Energyનો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ

    July 28, 2026
    રાષ્ટ્રીય

    UPI paymentમાં `ભીમ’ એપ.નો દબદબો વધ્યો

    July 28, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો આવશે: 10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026
    અમદાવાદ

    Gujaratના ઇન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સતત ત્રીજા મહિને વૃધ્ધિ

    July 28, 2026
    રાષ્ટ્રીય

    Augustમાં ચા, ટીવી, કાર અને કપડાં 8 ટકા સુધી મોંઘા થશે

    July 28, 2026
    વ્યાપાર

    સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian Stock Market મજબૂત સ્થિતિમાં…!!!

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 20:25
    Categories
    Latest News

    છોટા ઉદેપુરમાંથી બાઈક ચોરી કરી પાંચેક વર્ષથી ફરાર ઇસમને Morbi એલસીબી ટીમે ઝડપી લીધો

    July 28, 2026

    Wankanerના માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત

    July 28, 2026

    જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ફક્ત પીએમ મોદી અને શાહ જ લઈ શકે છે,ઓમર

    July 28, 2026

    Jauhar University સામે પ્રસ્તાવિત બુલડોઝર કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. માયાવતીએ નિર્ણયનું સ્વાગત કર્યું

    July 28, 2026

    Supreme Court અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો

    July 28, 2026

    વિદ્યાર્થી પ્રદર્શન સામે પોલીસ કાર્યવાહી અંગે “ન્યાય” શબ્દો લખેલી પાટો પહેરીને Pappu Yadav સંસદમાં વિરોધ કર્યો

    July 28, 2026
    Search
    Main News

    Supreme Court અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો

    July 28, 2026

    રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh

    July 28, 2026

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છોટા ઉદેપુરમાંથી બાઈક ચોરી કરી પાંચેક વર્ષથી ફરાર ઇસમને Morbi એલસીબી ટીમે ઝડપી લીધો

    July 28, 2026

    Wankanerના માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત

    July 28, 2026

    જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ફક્ત પીએમ મોદી અને શાહ જ લઈ શકે છે,ઓમર

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.