(રવિ નિમાવત દ્વારા)
Wankaner તા.૨૮
માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે મૂળ એમપીના વતની હાલ વાંકાનેરના માટેલ રોડ રામુજી સિરામિકમાં રહીને કામ કરતા ભરતપ્રસાદ પટેલના સાડા ત્રણ વર્ષના પુત્ર દેવકરણ નામનું બાળક સિરામિક માટે માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

