Shimla તા.29
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ પહાડી ક્ષેત્રોમાં સદીઓ જુની બહુપતિ પ્રથા અંતર્ગત સંપત્તિના ઉત્તરાધિકાર અને ભાગલા પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બહુપતિ પ્રથામાં એક ભાઈનું મૃત્યુ થવા પર તેની સંપત્તિ બાળકોને હસ્તાંતરિત નથી નથી, સંપત્તિ પર તેના નાના કે મોટા ભાઈનો અધિકાર હોય છે.
જયારે સંયુકત વિવાહમાં સામેલ બધા ભાઈઓના મૃત્યુ થઈ જાય છે ત્યારે જ તેની પછીની પેઢી (બાળકો)ને સંપત્તિનો માલિકી હક કે ભાગ માંગવાનો કાનૂની અધિકાર મળે છે. અદાલતે આ ફેસલો લગભગ બે દાયકા જૂના દિવાની કેસમાં આપ્યો.
અદાલતે માન્યુ કે એક ભાઈના મોત સમયે બીજો ભાઈ જીવિત હતો એટલે મૃત્યુ પછી પ્રોપર્ટી ભાઈના નામે થવી સ્થાનિક પ્રથાઓને અનુકુળ હતી. ભાઈઓના જીવિત રહેવા છતા પૌત્રો દ્વારા કરવામાં આવેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મામલો સીમલા જિલ્લાના રોહડુ તાલુકાના હિન્દુ સંયુકત પરિવારનો હતો. જયાં બે ભાઈઓની સંયુકત એક પત્ની હતી. એક ભાઈનું મૃત્યુ વર્ષ 1935માં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ થતા પહેલા થઈ ગયું હતું.
ત્યાર બાદ મૃતકની સંપત્તિ રાજસ્ય વિભાગે જીવત ભાઈના નામે કરી દીધી હતી. બાદમાં મૃતકના પૌત્રોએ સંપત્તિના ભાગલાને અદાલતમાં પડકાર્યો હતો. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, અને ઐતિહાસિક દસ્તાવેજો અને સ્થાનિક પ્રથાઓના આધારે નિર્ણય લીધો હતો.

