Rajkot તા. ૨૯
ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગની થીમ મુજબ મહિનાના ચોથા મંગળવારે આંગણવાડીમાં પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી છે, તેમાં ‘‘પોષણ વાટિકા’’ની થીમને ધ્યાનમા રાખીને કિશોરીઓને વૃક્ષારોપણ કરાવી અને તેમાં થતા શાકભાજી ફળો અને કઠોળનું મહત્વ સમજાવવામાં આવેલ.
પુર્ણા શક્તિના પેકેટમાથી બનતી વાનગી તેમજ તેમાંથી મળતા પ્રોટીન, વિટામીન્સ વિશે માહિતગાર કરેલ તેમજ સેનેટરી પેડનુ વિતરણ કરવામા આવેલ. આરોગ્ય વિભાગને સાથે રાખીને કેમ્પ મોડમા કિશોરીઓના હિમોગ્લોબીન ચેક કરાવવામાં આવ્યા. સાથોસાથ કિશોરીના વજન ઉંચાઈ કરવામા આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પદાધીકારીશ્રીઓ, સમિતિના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસર શ્રી, સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાશ્રી, ઝોન કક્ષાના પુર્ણા કન્સલ્ટન્ટશ્રી, જિલ્લા કક્ષાના પુર્ણા કન્સલ્ટન્ટશ્રી પી.એસ.ઈ., કાર્યકર, તેડાગર, કિશોરીઓ, વાલીઓ અને બાળકો સાથે રહીને ખૂબ જ ઉત્સાહપૂર્વક થીમ મુજબની પ્રવ્રુતિ કરાવીને આંગણવાડીમા વ્રુક્ષારોપણ કરાવવામા આવ્યુ અને વ્રુક્ષનુ આપણા જીવનમા શુ મહ્ત્વ છે એમની વિસ્તૃત માહિતિ આપવામા આવેલ.
મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સી.કે.નંદાણી, આઈ.સી.ડી.એસ.ના ચેરમેન શ્રી કેતનભાઈ ઠુંમર, વાઈસ ચેરમેન શ્રી અલ્પાબેન દવે તેમજ પ્રોગ્રામ ઓફીસર શ્રી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પુર્ણા દિવસની ઉજવણી કરવામા આવેલ.

