મૃતકના પિતરાઈ ભાઈ સાથેના જૂના ઝઘડાનો ખાર રાખી જાલસીકાના ૯ શખ્સો કારમાં ધસી આવ્યા, ધોકા-પાઈપ-છરીથી હુમલો કરતા ડેરી પાસે જ મોત
ઠાકરના ભગત તરીકે ઓળખાતા વિરમભાઈ સરૈયાના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન, તાલુકા પોલીસે ૯ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
Rajkot તા.૧૦ઃ
વાંકાનેર તાલુકાના વસુધરા ગામે બે જૂથ વચ્ચેના વર્ષોથી ઝઘડાની જુની અદાવતના કારણે ગઈ કાલે રાત્રે વસુંધરા ગામે જાલસિક્કા ગામના નવ જેટલા શખ્સો દ્વારા કાર લઈને વસુંધરા ગામે ઘસી આવ્યા હતા અને એક યુવકની પ્રાણ ઘાતક હથિયારો વડે યુવાન પર તૂટી પડ્યા હતા યુવાન ને સારવાર મળે તે પહેલાજ ઘટના સ્થળ પર મોત થયું હતું તેમજ સામા પક્ષે પણ ૫ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે વાંકાનેર પીઆઇ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગામ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસના ધાડેધાડા ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે જૂની અદાવતના કારણે હત્યા થયાનું પ્રાથમિક માહિતી મળી રહી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા વિરમભાઈ સામતભાઈ સરૈયા ઉંમર વર્ષ ૩૮ વર્ષીય યુવાન અને ડેરીના ધંધાર્થી (વસુંધરાના ઠાકરના ભગત )ગઈકાલ રાત્રે ૮૦૦ વાગ્યે આસપાસ ગામ નજીક ડેરી પાસે હતા ત્યારે જૂની અદાવતનો ખાસ રાખી જાલસીકા ગામના ત્રણ કાર લઈને નકુમ, વિશાલ, પરેશ, લાલો, મુકેશ, માંડણ, પ્રભાત, એભલ, નિર્મળ ૯ જેટલા શખ્સો ઘસી આવ્યા હતા અને વિરમભાઈ નામના યુવાન પર ઘાતકી હથિયારો ધોકા પાઇપ છરી સાથે આડેધડ તૂટી પડ્યા હતા જેમાં વિરમભાઈ નામના યુવાનનું ઘટના સ્થળ પર લોહી લોહાણા હાલતમાં ઢાળી પાડ્યા હતો અને મોત નિપજયું હતું અને આરોપીઓ યુવાનની હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા તેમજ સામાપક્ષે પણ પાંચ જેટલા શખ્સોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે
ઘટનાની જાણ થતા તાત્કાલિક વાંકાનેર પીઆઇ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જુવાનજોધ યુવાનની ઘાતકી હત્યા થતા ગામમાં ગામના તંગદિલી ફેલાઈ હતી અને ગામ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઘાડેઘાડા ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ અંગે મળતી માહિતી મુજબ વિરમભાઈ નામના યુવાનની હત્યામાં ૨૫ વર્ષથી જૂની અદાવતના કારણે હત્યા થયા નું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે
અનેક વાર બંને પક્ષો વચ્ચે અગાઉ પણ મારામારી બનાવો બનેલ છે તેમજ મૃતક વિરમભાઈના કૌટુંબિક ભાઈ પ્રવીણભાઈ આરોપીઓને કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો અને જેનો ખાર રાખી હત્યા થયાનું જાણવા મળી રહ્યું છે તેમજ ગઈકાલે વસુંધરા ગામ અમુક શખ્સો દ્વારા ગઈ કાલે આરોપીના સગાને ઈકો કાર થી ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાની માહિતી મળી રહી છે આ બનાવમાં હાલ વાંકાનેર પોલીસે નકુમ, વિશાલ, પરેશ, લાલો, મુકેશ, માંડણ, પ્રભાત, એભલ, નિર્મળ વિરુધ્ધ હત્યા હેઠળનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અને તપાસનો ઘમઘમાટ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે મૃતક યુવાન ત્રણ ભાઈ એક બેન માં બીજા અને સંતાનમાં બે પુત્રએ પિતા છત્ર છાયા ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા

