જીજ્ઞેશ પટેલ Manavadar તા.૨૯
આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે માણાવદર સ્થિત સુપ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. લોકોના હૃદયમાં વિશેષ અને આદરણીય સ્થાન ધરાવતા પૂજ્ય સંત શ્રી રઘુવીરદાસજી બાપુની આ પવિત્ર જગ્યામાં સવારથી જ ગુરુભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો અને દર્શનાર્થે ભક્તોની ભીડ લાગી હતી.
ગુરુપૂર્ણિમાના આ વિશેષ અવસરે ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રઘુવીરદાસ બાપુની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિથી ગુરુ પૂજન તેમજ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.

