Amreli , તા.31
નગત તા. 18 થી 21 જુલાઈના રોજ હેન્ડબોલ એસોસિયેશન ગુજરાત દ્વારા આયોજીત જુનિયર હેન્ડબોલ સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજનનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાના DLSS ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુકાબલા વચ્ચે ગજેરા કેમ્પસ વિદ્યાસભાના ભાઈઓ હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવીને રજત પદક મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સોલંકી વિજય, બારૈયા રાહુલ, બાભરોલીયા નૈતિક, વેગડ અરૂણ, બલદાણીયા રાહુલ, લકુમ હાર્દિક , શિયાળ વિજય, બલદાણીયા આદિત્ય, મેણીયા હાર્દિક, ધાપા સાવન, રાઠોડ ઈશાન,બારૈયા વિશાલ, ગોહિલ પાર્થ, મોર્ય અંશ, ડાભી હાર્દિક, ચૌહાણ નવિન ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના DLSS ખેલાડીઓએ રજત પદક મેળવેલ હતો. આ સિદ્ધિ દ્વારા ફરી એકવાર વિદ્યાસભા DLSS ખેલાડીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
તે બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ, તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.

