Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
    રાજકોટ

    Rajkot: ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:August 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અધિકારીઓની તાકીદની બેઠક યોજી આવશ્યક પગલાંઓ અંગેની તૈયારીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા

    Rajkot તા.૩૧

    હવામાન વિભાગ દ્વારા આગામી તા.૦૪-૦૮-૨૦૨૬ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા તેમજ નાગરિકોને આવશ્યક સેવાઓ સમયસર અને સુચારૂ રીતે ઉપલબ્ધ કરાવવા અગમચેતીના પગલાંના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની આગામી તા.૦૪-૦૮-૨૦૨૬ (મંગળવાર) સુધીની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો મ્યુનિ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ નિર્ણય કર્યો છે. દરમ્યાન ભારે વરસાદની આગાહીને પગલે મ્યુનિ. કમિશનરશ્રીએ આજે તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ અધિકારીશ્રીઓની તાકીદની એક બેઠક યોજી વરસાદ પૂર્વે, વરસાદ દરમ્યાન અને વરસાદ પછીની પરિસ્થિતિમાં હાથ ધરવાના થતાં પગલાંઓ અંગે કરવામાં આવેલી તૈયારીઓની સમિક્ષા કરી હતી, અને જે તે સંબંધિતશાખાઓને જરૂરી સૂચના પણ આપી હતી.

    આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓએ હેડક્વાર્ટર ખાતે ફરજ માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓએ સતત ફિલ્ડમાં હાજર રહી, ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ સહિતની સુપ્રત કરવામાં આવેલી કામગીરી સતર્કતા, જવાબદારી અને અસરકારક રીતે નિભાવવાની રહેશે.

    રાજકોટ મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમ ખાતે ૨૪૭ ધોરણે સિનિયર અધિકારીની હાજરી સુનિશ્ચિત કરવાની રહેશે. તમામ નાયબ કમિશનરશ્રીઓ તથા સિટી એન્જિનિયરશ્રીએ પોતાના તાબા હેઠળના ઝોન વિસ્તારમાં વરસાદી પરિસ્થિતિનું સતત સુપરવિઝન તથા મોનિટરિંગ કરવાનું રહેશે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોની નિયમિત સ્થળ મુલાકાત લઈ જરૂરી રાહત અને તાકીદની કામગીરી સમયસર હાથ ધરવાની રહેશે.

    ઝોન કક્ષાએ વરસાદી પરિસ્થિતિને અનુસંધાને કરવામાં આવેલી કામગીરી અંગેનો અહેવાલ સમયાંતરે સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવાનો રહેશે. મ્યુનિસિપલ કમિશનરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમ્યાન તમામની રજા કેન્સલ કરવામાં આવશે તેમજ તમામ અધિકારીઓ/કર્મચારીઓના ફોન ઓન રાખવાના રહેશે. જે જે વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તે તમામ પોઈન્ટ ઉપર તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરી ટ્રાફિક નિવારણ કરવાનું રહેશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article“ડાકણ” કહેવાથી ગુસ્સે થયેલી Akanksha Chamolaએ Shreya Kalra પર પ્રહારો કર્યા
    Next Article Kartik Aaryanએ પૂરગ્રસ્ત આસામને મદદ કરી, ૧૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹223,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 16:46
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.