Mumbai,તા.03
પંજાબી રોકસ્ટાર અને એક્ટર દિલજીત દોસાંઝ હાલમાં જાપનમાં વેકેશન માણી રહ્યો છે. જાપાનના પ્રવાસે પહોંચેલા દિલજીત દોસાંઝનો એક ખૂબ જ રસપ્રદ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં કચરો લઈને રસ્તા પર ફરી રહ્યો છે. તે ઘણા સમય સુધી ડસ્ટબિન શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેને આખા રસ્તા પર એક પણ ડસ્ટબિન ન મળ્યું. જાપાનની આ અનોખી અને ચકાચક સફાઈ જોઈને દિલજીત દંગ રહી ગયો. તેણે જાપનની પ્રશંસા કરતા કહ્યું કે આ દેશ એટલો સ્વચ્છ છે કે અહીં રસ્તાઓ પર ગંદકીનો એક નાનો ટુકડો પણ શોધવો અશક્ય છે.જાપાનની સુંદરતા અને સ્ટ્રીટ ફૂડની મજા માણતા દિલજીતે એક મજેદાર વીડિયો બનાવ્યો છે, જેમાં તે બેકગ્રાઉન્ડમાં વોઇસ ઓવર પણ આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકોને સમજાયું કે, દિલજીત દોસાંઝની જાપાનનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ રહી. દિલજીત દોસાંઝે માત્ર ડસ્ટબિન જ નહીં, પરંતુ ત્યાંની ખાણી-પીણીની પણ ચર્ચા કરી છે. તેણે ખાવા-પીવા અંગેનો પણ એક વીડિયો બનાવીને ક્લિપમાં મૂક્યો છે. આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.પોતાના આગામી ‘ઓરા વર્લ્ડ ટૂર 2026’ પહેલા દિલજીત જાપાનના રંગમાં પૂરી રીતે રંગાયેલો નજર આવી રહ્યો છે. ટોક્યોની જીવંત ગલીઓમાં ફરતાં તેણે ત્યાંના ફેમસ લોકલ જાપાનીઝ ફૂડ અને ટેસ્ટી આઇસ્ક્રીમની ભરપૂર મજા માણી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં તે શોપિંગ કરતો અને જાપાનની સુંદરતાને કેમેરામાં કેદ કરતા જોવા મળી રહ્યો છે. ફેન્સને તેની આ બેફિકર ટ્રાવેલ ડાયરી ખૂબ જ પસંદ આવી રહી છે.
પોતાના ‘ઓરા વર્લ્ડ ટૂર 2026’ પહેલા દિલજીત જાપાનને સંપૂર્ણ રીતે એક્સપ્લોર કરી રહ્યો છે. તેમણે ટોક્યોની ગલીઓમાંથી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ પોસ્ટ શેર કરતાં દિલજીતે લખ્યું કે યુરોપ ટૂર પહેલા હું સુંદર જાપાનની મુલાકાત લઈ રહ્યો છું અને ટૂંક સમયમાં જ પોતાના ફેન્સને મળીશ.

