સાળાની પૈસાની લેતી દેતીમા વચ્ચે પડેલા બનેવીને માર્યા પડ્યો
Rajkot,તા.04
રાજકોટ શહેરમાં રહેતા અને ખોરાણા ગામમાં સાળાની સાથે ચા પીતા બનેવી પર ખોરાણાના પિતા પુત્ર એ કિચનની છરી વડે હીચકારો હુમલો કરતા માથા ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સાળાની પૈસાની લેતી દેતી બાબતે બનેવી પર હુમલો થયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના નાના મૌવા મેઇન રોડ પર આરએમસી ક્વાર્ટર માં રહેતા અને ટીઆરબી જવાન તરીકે નોકરી કરતા વિજય મનસુખભાઈ ભોજાણી ઉંમર વર્ષ 24 વર્ષીય યુવાન તેમની પત્ની સાથે ખોરાણા ગામે સાળાના ઘરે તા 2 માં રોજ ગયેલ અને ગઈ કાલે સવારે વિજય ભોજાણી અને તેમનો સાળો કેવલભાઈ ખોરાણા ગામ પાસે ફાટક કે ચા પીવા બેઠા હતા ત્યારે વિજયભાઈ ના સાળા કેવલ પાસે પૈસાની લેતીદેતી બાબતે ખોરાણા ગામે રહેતો પારસ રાજેશભાઈ વાઘેલાએ કેવલને ગાળો આપવા લાગેલ જેથી વિજય દ્વારા શુકામ ગાળો આપવાનું કહેતા પારસ રાજેશ વાઘેલા ઉશ્કેરાઈ જઈને વિજય પર હાથમાં રહેલ કિચનમાં રાખેલ છરી થી આડેધડ મુક્કા મારવા લાગેલ અને પિતા રાજેશભાઈ ચનાભાઈ વાઘેલા દ્વારા વિજય પકડી રાખતા પારસ દ્વારા માથાના ભાગે છરી થી ઘૂસતા મારેલ જેથી વિજય લોહી લોહાણ હાલત માં સાળા કેવલ દ્વારા વિજયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિજયની ફરિયાદ આરોપી પારસ વાઘેલા અને પિતા રાજેશ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

