Dubai,તા.5
ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ યુદ્ધ થંભી ગયુ છે પરંતુ અચાનક જ દુબઈમાં જેબેલ અલી પાસે શ્રેણીબદ્ધ વિસ્ફોટ નોંધાતા ભારે દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે. ઈરાન અને અમેરિકાએ હાલ એકબીજા પર હુમલા કરતા નથી પરંતુ અચાનક જ લાંબો સમય સુધી દુબઈમાં 20 મીનીટમાં આ પ્રકારના સાત વિસ્ફોટ સંભળાયા હતા.
અહીના જેબેલ અલી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 20 મીનીટમાં જ સાત વિસ્ફોટ નોંધાયા હતા અને તેનો વિડીયો બનાવી રહેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી આ વિસ્તાર યુદ્ધમાં હુમલાથી મુક્ત રહ્યો છે પણ અચાનક જ એક બાદ એક વિસ્ફોટ સર્જાતા જબરી અફડાતફડી સર્જાઈ હતી.
જેબેલ અલી યુએઈમાં એક મહત્વના શોપીંગ સેન્ટરનું હબ પણ છે જે દુબઈથી 25 કી.મી. દુર આવેલું છે. પામ જેબેલ અલી એક કૃત્રિમ ટાપુ છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહી ફ્રી ટ્રેડ ડ્રોનનો ઉપયોગ કરે છે અને વિદેશીઓની મોટી સંખ્યા અહી હોય છે.
આ વિસ્ફોટમાં કોઈ જાનહાની કે અન્ય કોઈ અહેવાલ મળ્યા નથી. માનવામાં આવે છે કે આ કોઈ ઔદ્યોગીક ગોડાઉનમાં વિસ્ફોટ સર્જાયા હશે છતાં પણ યમન તરફથી યુએઈમાં જે હુમલા થાય છે તે પણ હોઈ શકે છે તેવું માનવામાં આવે છે અને તેના કારણે લોકોમાં ફરી ફફડાટ સર્જાયો છે.
આકાશમાં અગનજવાળાઓ અને ધુમાડાઓ દેખાયા હતા અને તેના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે આ અંગે હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત થઈ નથી. આ પોર્ટ વિસ્તાર છે અને વિસ્ફોટકો સંભળાતા જ સુરક્ષા એજન્સીઓ ત્યાં ધસી ગઈ હતી.

