Gandhinagar,તા.06
ગુજરાતમાં ટ્રાફીકભંગ બદલ હવે માર્ગ પરના સીસીટીવી કેમેરાથી આ પ્રકારે સિગ્નલ જંપ કરનાર અને અન્ય ટ્રાફીક નિયમો તોડનાર આપોઆપ કેમેરામાં કેદ થઈ જાય છે અને જેઓને ટ્રાફીક દંડના ચલણ અપાયા છે તેઓ પાસેથી વસુલાત માટે હવે રાજય સરકારે હવે જેઓના ચલણ પેમેન્ટ પેન્ડીંગ હોય તેના આરટીઓ સંબંધીત બ્લોક કરવા આદેશ આપવામાં આવ્યા છે.
મતલબ કે તમો તમારા ટ્રાફીક ભંગના પેન્ડીંગ ચલણનું ચુકવણુ નહી કરો તો ડ્રાઈવીંગ લાયન્સ કે આરટીઓમાં તમારા વાહન વેચાણ-ખરીદી નોંધણી વિ. પણ થઈ શકશે નહી. તમો તમારા ડ્રાઈવીંગ લાયસન્સને આધાર સાથે લીંકઅપ કરાવવા જેવી સેવા પણ નહી મળે.
સરકારે આ માટે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે. તમારા વાહનના વેચાણમાં તમો માલીકીપણાના બદલાની જે પ્રક્રિયા છે તે પણ કરી શકશો નહી. તમો આર.સી. પણ બનાવી શકશો નહી કે ડુપ્લીકેટ પણ નહી મળે. કારણ કે આરટીઓની આ પ્રકારની સેવામાં ઓટોમેટીક તમારા પેન્ડીંગ ચલણની રકમ દર્શાવશે અને તમારી અરજી પરત થશે કે પહેલા તમારા આ પેન્ડીંગ ચલણની રકમ કલીયર કરવી જરૂરી છે.
આ સીસ્ટમ ચાલુ પણ થઈ ગઈ છે. રાજયભરમાં આ પ્રકારે આરટીઓ સેવા આપતી 50% અરજીઓ પેન્ડીંગ છે. કારણ કે તેના ચલણની રકમ જે ડયુ છે તે ભરપાઈ થઈ નથી અને આ પ્રકારે આરટીઓ પણ નિશ્ચિત કરે છે કે સેવા સંબંધી કોઈપણ અરજી સ્વીકારીને તેના પર કાર્યવાહી કરતા પુર્વ પેન્ડીંગ ચલણ અંગે માહિતી મેળવી લેશે અને તમારી ઓનલાઈન અરજીઓ જેમાં આરટીઓમાં જવાની જરૂર નથી ત્યાં પણ આ પ્રકારે તમારી અરજી બાઉન્સ થશે.
વાસ્તવમાં ગુજરાતમાં 2024 બાદ ટ્રાફીક ચલણ ઓનલાઈન આપવાની જે યોજના અમલમાં મુકી છે તેમાં 1.80 કરોડ ચલણ ઈસ્યુ થયા છે. આ વર્ષે જ 50.6 લાખ ઈ-ચલણ ઈશ્યુ થયા છે પણ તેમાં વસુલાત અત્યંત નબળી છે.
આમ એક અંદાજ મુજબ 85% ચલણના નાણા ભરપાઈ થતા નથી. અનેક વખત પોલીસ આ અંગે માર્ગ પર ઝુંબેશ કરે છે છતા ટ્રેક રેકોર્ડ સુધર્યાની પણ હવે દરેક વાહન ધારકને કયારે ને કયારે તો આરટીઓની સેવાની જરૂર રહેવાની જ છે.
તે સેવા માટે અરજી પછી ઓનલાઈન કરે કે ઓફલાઈન તેને પહેલા પેન્ડીંગ ડયુ ભરવાની ફરજ પડશે. ટ્રાફીક ચલણને ફરફરીયા સમજનાર વાહન ચાલકને પછી એક સાથે મોટી રકમ ભરવાની ફરજ પડી શકે છે અને તેથી તેની ટ્રાફીક સેન્સ પણ સુધરશે તે સરકારનો હેતુ છે.

