New Delhi, તા.7
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાનાં રાષ્ટ્રીય સંગઠનાત્મક માળખાની જાહેરાત કરતાં 14 પદો પર 11 નેતાઓને જવાબદારી સોંપી છે. આ સમિતિમાં પક્ષનાં સ્થાપક અભિજીત દીપકેને નેશનલ કન્વીનર તથા આશુતોષ રાંકા અને સૌરવ દાસને કો-કન્વીનર બનાવવામાં આવ્યાં છે.
ઉપરાંત અજિંક્ય શિંદેને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઈન-ચાર્જ, આફરીન નવાઝને નેશનલ સેક્રેટરી, રત્ના સિંહને લીગલ અફેર્સ, વૈષ્ણવી ગૌરને રિસર્ચ એન્ડ પોલિસી લીડ, રોહણ દેશપાંડેને ટેકનોલોજી લીડ, યોગેશ ઇંગલેને ફાઇનાન્સ તથા વિજય રેડ્ડી મલંગીને મીડિયાની જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત દેશનાં ચાર ઝોનમાં પ્રભારીઓ મુકીને આગામી છ મહિનામાં રાજ્ય, લોકસભા અને શહેર સ્તરે પણ સંગઠન વિસ્તરણનું આયોજન કરાયું છે. બીજી તરફ, પાર્ટી આવતાં સપ્ટેમ્બર મહિનાથી દેશભરમાં `ક્યા બોલતી પબ્લિક’ નામનું જન-આંદોલન શરૂ કરવા જઈ રહી છે.
આ ઝુંબેશ હેઠળ ઈઉંઙ મુખ્યત્વે શિક્ષણ, પારદર્શી ન્યાય પ્રણાલી અને દેશમાં વધતી યુવા બેરોજગારી જેવા 5 મહત્વનાં મુદ્દાઓ પર જનતાનો અભિપ્રાય મેળવીને આગળની રણનીતિ નક્કી કરશે.

