દવા લઈ પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત ૩ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની
Rajkot તા.૨૧ઃ
શહેરના મવડી ચોકડી પાસે હિમાલય શેરીમાં રહેતા ૫૮ વર્ષીય પ્રૌઢ ગત તા ૧૭ ના રોજ એમ્સ હોસ્પિટલ ચેકઅપ કરાવી પરત ફરતી વેળાએ અજાણ્યા ફોરવીલ સાથે અકસ્માત થતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે દમ તોડ્યો હતો ઘટનાની જાણ હતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતથી ઘટનાઓના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે મવડી ચોકડી પાસે હિમાલય સોસાયટીમાં રહેતા અશોકભાઈ પ્રેમજીભાઈ છાયા ઉંમર વર્ષ ૫૮ પ્રૌઢ ગત ૧૭ ના રોજ બાઈક લઈને એમ્સ હોસ્પિટલથી ફરતી વેળાએ અજાણ્યા ફોરવીલ ચાલક સાથે અકસ્માત થયો હતો માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા પ્રૌઢનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતાની ચેકઅપ કરાવી દવાખાનેથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. મૃતક પોતે મિસ્ત્રી કામ કરતા હોય અને ત્રણ ભાઈ એક બેન માં વચેટ હતા સંતાનમાં ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

