(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
મોરબીના વાલ્મીકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી છેમોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાલ્મીકીવાસમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા દિનેશ લાભુભાઈ વાઘેલા, શ્યામ ભુપતભાઈ સોલંકી અને સુજલ શૈલેષભાઈ ઝાલા રહે ત્રણેય વાલ્મીકીવાસ મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

