(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
ટંકારા તાલુકાના વીરવાવ ગામમાં આવેલ મહિલાની ૫ વીઘા જમીનમાં એક ઇસમેં કબજો કરી પચાવી પાડી હતી જે બનાવ અંગે ટંકારા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટના જુના મોરબી રોડ પર રહેતા દમયંતીબેન અમરશીભાઈ ચૌધરી (ઉ.વ.૩૭) નામની પરિણીતાએ આરોપી આલજી અમરાભાઈ ચાવડા રહે વીરવાવ (ગણેશપર) તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી આલજીભાઈ ચાવડાએ તા. ૧૭-૦૧-૨૦૨૫ ના રોજ દસ્તાવેજ નંબર ૧૧૫/૨૦૨૫ થી ફરિયાદી દમયંતીબેનની ખરીદી કરેલ ટંકારા તાલુકાના વીરવાવ/ગણેશપર ગામના સર્વે નંબર ૫૬૯ પૈકી ૨૩ પૈકી ૦૨ વાળી ખેડાણની ૦૫ વીઘા જમીન ક્ષેત્રફળ ૦-૮૦-૯૪ હે.આર. ચો.મી. વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી હતી
જેથી ફરિયાદીએ જમીન પચાવી પાડવા બદલ મોરબી કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી કરી હતી જે અરજી અનુસંધાને કલેકટર મોરબી દ્વારા આલજી ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો ટંકારા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી આરોપી આલજી અમરા ચાવડાને ઝડપી લીધો છે

