(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા ૧૯ મોબાઈલ, ભૂલથી બદલાઈ ગયેલ મોટરસાયકલ અને સાયબર ફ્રોડમાં ગયેલ રકમ સહીત ૬.૪૦ લાખનો મુદામાલ અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી
વાંકાનેર સીટી પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ, રોકડ રકમ અને સાયબર ફ્રોડમાં ગયેલ રકમ શોધી કાઢવા પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું ટેકનીકલ વર્ક આઉટને પગલે ૧૯ મોબાઈલ કીમત રૂ ૩,૫૧,૫૦૦, ભૂલથી બદલાઈ ગયેલ મોટરસાયકલ કીમત રૂ ૩૦,૦૦૦ અને સાયબર ફ્રોડમાં ગયેલ રોકડ રૂ ૨,૫૯,૩૯૦ સહીત કુલ રૂ ૬.૪૦ લાખનો મુદામાલ શોધી કાઢવામાં સફળતા મળી હતી જે મુદામાલ ડીવાયએસપી એસ એચ સારડા અને વાંકાનેર સીટી પીઆઈ પી આર સોલંકીની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોપવામાં આવ્યો હતો

