Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ
    સૌરાષ્ટ્ર

    Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સરકારી મટીરીયલ ખાનગી સોલાર કંપનીને બારોબાર પધરાવી દેવાના કેસમાં કાર્યવાહી

    બદલી કરી કૌભાંડ દબાવવા કારસો ઘડાયો હતો,  એક્ટિવિસ્ટની રજૂઆત બાદ ભાંડો ફૂટ્યો, બે નાયબ ઈજનેર, એક જુનિયર ઈજનેર, એકાઉન્ટન્ટ અને સ્ટોર કીપર તાત્કાલિક અસરથી ઘરભેગા

    (હરેશ ભાલીયા દ્વારા) Jetpurતા.૭

    જેતપુર પીજીવીસીએલ  ડિવિઝનના સ્ટોરમાંથી અંદાજે રૂપિયા ૮૦ લાખની કિંમતનો સરકારી માલ-સામાન બારોબાર ખાનગી સોલાર કંપનીને વેચી મારવાના ચકચારી કૌભાંડમાં આખરે ઉચ્ચ કક્ષાએથી આકરાં પગલાં લેવામાં આવ્યા છે. આ ગંભીર ગેરરીતિ પ્રકરણમાં અગાઉ રાજકોટ કચેરી દ્વારા માત્ર બદલી કરીને કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારે વિવાદ અને વડોદરાની ટીમના તપાસના ધમધમાટ બાદ આખરે ૫ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા વીજ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેતપુર વીજ વિભાગના ઈતિહાસમાં ડિવિઝનના મુખ્ય અધિકારી સહિતના અધિકારીઓની સાગમટે બદલી અને ત્યારબાદ સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના બહાને મોટી માત્રામાં મટીરીયલ કાઢવામાં આવ્યું હતું. જેમાં ૧૨.૫ કિલોમીટર જેટલો આરફીન ઈન્ડિયા કંપનીનો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, શ્યામ શેલ કંપનીના લોખંડના ૯ મીટર ઊંચા ૩૦ નંગ એમ.એસ. ગડર પોલ (વીજ થાંભલા) અને દ્વારકાધીશ રબર કંપનીની ૧૧૪ કેવીની ૪૦૦ નંગ પીનનો સમાવેશ થાય છે. આ લાખો રૂપિયાનો માલ સરકારી કામમાં વાપરવાને બદલે સેટિંગ કરી ખાનગી સોલાર૩ કંપનીઓને વેચી મારવામાં આવ્યો હતો. કૌભાંડ છુપાવવા ગેટ પાસ અને રજિસ્ટરમાં ગોબાચારી કરી, મટીરીયલ ખારચિયા ગામે પડ્યું હોવાનો ખોટો દાવો પણ ઊભો કરાયો હતો. આરટીઆઈમાં માહિતી અપાઈ હતી કે કાઢેલ વીજ થાંભલા ખારચિયા ગામના સ્ટોરમાં છે, પરંતુ તપાસમાં તે પોલ જૂના હોવાનું ખૂલ્યું હતું. વળી, ૧૨.૫ કિમી કેબલ અંગે મૌખિક જાણ કરાઈ હોવા છતાં રજિસ્ટરમાં તેની કોઈ નોંધ મળી ન હતી.

    આ કૌભાંડ અંગે રાજકોટ વર્તુળ કચેરીના ચીફ એન્જિનિયરે શરૂઆતી તપાસ કરી હતી પરંતુ તેમાં કોઈ તથ્ય ન મળ્યાનો રિપોર્ટ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આટલા મોટા કૌભાંડ છતાં કસૂરવાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર બદલીના ઓર્ડર પકડાવી દેવાયા હતા, જેના પગલે તમામ કર્મચારીઓ હાજર થવાને બદલે રજા પર ઉતરી ગયા હતા. જોકે, સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સચોટ પુરાવાઓ સાથે લેખિત રજૂઆત કરી કડક તપાસની માંગ કરવામાં આવતા વડોદરા ખાતેથી ગુજરાત ઊર્જા નિગમ કચેરીના અધિકારીઓએ આવીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં ગેરરીતિ ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

    અગાઉ આ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવા (લીંબડી), બે નાયબ ઈજનેર જે.આર. વલેરા અને એન.પી. ગોહેલ (સુરેન્દ્રનગર), જુનિયર ઈજનેર એ.પી. પાનસુરીયા (દેરડી કુંભાજી), સુપ્રીટેન્ડન્ટ એકાઉન્ટન્ટ કે.કે. વાગડીયા (ધોરાજી) અને સિનિયર ક્લાર્ક સ્ટોર કીપર રાજેશ આર. વનાર (વીંછીયા) ની બદલી કરવામાં આવી હતી.

    પરંતુ ચોતરફથી ભીંસ વધતા અને ગેરરીતિના નક્કર પુરાવાઓ સામે આવતા આખરે પીજીવીસીએલની વડી કચેરી હરકતમાં આવી છે. આ સમગ્ર મામલે ધોરાજી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર બી.ડી. રાડાએ સત્તાવાર બાઈટ આપતા જણાવ્યું હતું કે, વડી કચેરીના આદેશ અનુસાર પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    સસ્પેન્ડ થયેલા કર્મચારીઓના નામઃ(૧) એન. પી. ગોહેલ (નાયબ ઈજનેર),(૨) જે. આર. વલેરા (નાયબ ઈજનેર),(૩) એ. પી. પાનસુરીયા જુનિયર ઈજનેર),(૪) કે. કે. વાગડીયા (એકાઉન્ટન્ટ),(૫) આર. આર. વનાર (સ્ટોર કીપર)

    સરકારી મિલકતની ખુલ્લેઆમ લૂંટ ચલાવી ખિસ્સા ગરમ કરનાર આ ટોળકી સામે આખરે કડક કાર્યવાહી થતા, કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ મામલે વિભાગીય તપાસ ચાલુ હોય, આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

    Jetpur Jetpur NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટ, ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!
    Next Article Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    રાજકોટ

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 11:27
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.