ગૌરક્ષકોની ટીમે તાલુકા પોલીસને મુદામાલ સોપ્યો, બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
મોરબીની અણીયારી ચોકડી પાસેથી ગૌરક્ષકોની ટીમે વાહનમાં ૧૦ ભેંસના નાના મોટા પાડાને ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના પરિવહન કરતા ઝડપી લીધા હતા બે ઈસમો સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબીના પીપળી ગામે રહેતા વૈભવ જીતેશભાઈ જાલરીયાએ આરોપીઓ અકબર આમદ સૈયદ અને ઈમ્તિયાઝ અજીજ મેમણ રહે બંને અમદાવાદ ગ્રામ્ય વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૭ ના રોજ વહેલી સવારે ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે ટાટા કંપનીનું માલવાહક વાહન પશુ ભરીને કચ્છથી અમદાવાદ જવાનું છે જેથી ગૌરક્ષકોની ટીમે મોરબી હળવદ હાઈવે પર અણીયારી ચોકડી પાસે વોચ ગોઠવી હતી વહેલી સવારે ૩ વાગ્યાના અરસામાં શંકાસ્પદ વાહન નીકળતા ઉભું રખાવી વાહન જીજે ૦૬ ઝેડઝેડ ૨૫૩૩ ને તાલપત્રી ઢાંકી હતી જે હટાવી જોતા ભેસના નાના મોટા પાડા નંગ ૧૦ ભરેલા હતા ૧૦ અબોલ જીવને ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના પરિવહન કરનાર બંને ઇસમોને ઝડપી લીધા હતા મુદામાલ પોલીસ મથકને સોપ્યો હતો મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ અકબર અને ઈમ્તિયાઝ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

