(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૧
તા.૧૦ મી ઓગસ્ટ ૨૦૨૬ ના વન વિભાગ તેમજ મોડેલ સ્કૂલ મોટીબરાર ના સહયોગથી વિશ્વ સિંહ દિવસ – ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિધાર્થીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત ૨૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો
ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહોનુ એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે.ગીરના જંગલનું સંરક્ષણ તેમજ તેમાં કુદરતી રીતે વસવાટ કરતા વન્ય પ્રાણીઓનુ સંવર્ધન એ આપણા સૌની નૈતિક ફરજ છે. વન્યજીવોના સંરક્ષણ હેતુ વિદ્યાર્થીઓમાં બાલ્યકાળથી પ્રેમ, સંવેદના તથા જાગૃતિ કેળવાય તે હેતુથી આજરોજ મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે વિશ્વ સિંહ દિવસ- ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.દિન વિશેષને અનુલક્ષીને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાનું સિંહના સંરક્ષણને અનુલક્ષીને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળા કક્ષાયે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ફોરેસ્ટ વિભાગ માંથી આવેલ મહેમાનો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.એશિયાઈ સિંહોના સંરક્ષણ હેતુ શાળાના આચાર્ય, ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના મહેમાન ,શિક્ષક ગણ,તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રકૃતિના અંશ સમાન વન્યજીવોના રક્ષણ તેમજ સંવર્ધનને અનુલક્ષીને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.સિંહનું મોહરું પહેરીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષક ગણ ઉત્સાહભેર સિંહ દિવસ ની ઊજવણી કરવામાં આવેલ‘‘ગલી ગલી મેં ગુંજે નાદ,ગીર નો સાવજ જિંદાબાદ.‘‘સિંહ બચાવો,જંગલ બચાવો.‘‘‘‘પર્યાવરણ બચાવો,ભવિષ્ય બચાવો.‘‘વગેરે જેવા નારા બોલીને સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ વિશ્વ સિંહદિવસની ઉજવણીના આ કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.આમ શાળાના આચાર્ય બી. એન વિડજા સરના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક દ્વારા વિશ્વ સિંહ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે સુંદર મજાનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તેમજ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સાર્થક કરી હતી.

