(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨
જોધપર ગામમાં નાની નાની બાબતે ઝઘડો કરનાર મહિલા વિરુદ્ધ અરજી આપ્યાનો ખાર રાખી દંપતીએ મહિલાને પાઈપ વડે માર મારી તેમજ ભત્રીજા વહુને લાકડી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના જોધપર ગામના રહેવાસી નાગલબેન વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) નામના મહિલાએ આરોપીઓ ભાવુબેન કિશનભાઈ સોલંકી અને કિશનભાઈ સોલંકી રહે બંને જોધપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરીઓને ગામમાં આવેલ દુકાને છાશ લેવા મોકલી હતી જે લઈને પરત આવતી હતી ત્યારે આરોપી ભાવુબેન બંને દીકરીને જેમ ફાવે તેમ ગાળો બોલતી હતી જેથી મારી દીકરીઓને ગાળો કેમ આપે છે કહેતા ઝઘડો કરવા લાગી હતી જેથી ભત્રીજા વહુ રેખાબેન આવ્યા હતા ત્યારે આરોપી ભાવુબેનનો પતિ કિશન પાઈપ લઈને આવી મારવા લાગ્યો હતો ફરિયાદી નાગલબેન અને તેની ભત્રીજા વહુ રેખાબેનને બંને આરોપીઓએ માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપી ભાવુબેન વિરુદ્ધમાં અગાઉ નાની નાની બાબતમાં ઝઘડાઓ અને ગાળાગાળી કરવા બાબતે અરજી આપી હતી જેનો ખાર રાખી પ્લાસ્ટિક પાઈપ વડે નાગલબેનને તેમજ લાકડી વડે ફરિયાદીના ભત્રીજા વહુને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

