Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને
    • પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું
    • Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું
    • ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
    • Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા
    • પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    • OTT પર તગડો ડોઝ મળશે ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે
    • Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani Ports અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો
    વ્યાપાર

    Adani Ports અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 13, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.13

    તા.૩૦ જૂન-૨૦૨૫ના પૂરા થયેલા નાણાકીય વર્ષ-૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે.

    સમીક્ષાના સમય ગાળામાં આવક રુ.૯,૧૨૬ કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર.૭,૫૬૦ કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.૫,૪૯૫ કરોડ થયો છે જે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૪,૮૪૮ કરોડ હતો. જેમાં ૧૩% વધારો થયો છે. વાર્ષિક ધોરણે કર બાદનો નફો રુ.૩,૩૧૧ કરોડ થયો છે. ગત વર્ષના આ ગાળામાં રુ.૩,૧૦૭ કરોડ હતો. આમ નફામાં ૭%નો વધારો થયો છે. ઘરેલું બંદરોની આવક વાર્ષિક ધોરણે ૧૪% વધીને રુ.6,137 કરોડ થઇ છે. ઘરેલું બંદરોનો એબડ્ટા માર્જિન જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ૭૨.૫% હતો તેની તુલનાએ અહેવાલના સમય ગાળામાં ૭૪.૬% રહ્યો છે. આ ગાળામાં રોકડ બેલેન્સ રુ. 16,921 કરોડ છે અને કુલ દેવું રુ.53,089 કરોડ છે.

    આંતરરાષ્ટ્રીય બંદરોની આવક વાર્ષિક ધોરણે ૨૨% વધીને રુ. 973 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષના ૧૩% એબિડ્ટા માર્જિન  સામે સમીક્ષના ગાળામાં એબિડ્ટા માર્જીન ૨૧% રહ્યો છે.

    સમીક્ષાના સમય ગાળામાં કાર્ગોનું વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૦૯ મિલિયન મેટ્રિક ટનથી વધી ૧૨૧ એમ.એમ.ટી. થયું છે જે ૧૧% વધારો દર્શાવે છે. જેમાં ઘર આંગણાના કાર્ગોનો હિસ્સો ૨૭.૨%થી વધી ૨૭.૮% ઉપરાંત વાર્ષિક ધોરણે ૬૦ bps વધ્યું છે. કોલંબો બંદર ખાતે ૩૫ વર્ષના BOT કરાર હેઠળ સંપૂર્ણ સ્વયં સંચાલિત કન્ટેનર ટર્મિનલ અને ધામરા પોર્ટ ખાતે એક્સપોર્ટ ટર્મિનલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.લોજીસ્ટિક્સના ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે બેગણી અર્થાત રુ.૫૭૧ કરોડથી વધીને રુ.૧,૧૬૯ કરોડ વૃધ્ધિ થઇ છે. ટ્રકિંગ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ નેટવર્કમાં વધારો થયો છે. ગુજરાતના વિરોચનનગર, રાજસ્થાનના કિશનગઢ અને કર્ણાટકના માલુર આઇસીડીએસ પર એક્ઝિમ કામગીરી માટે મંજૂરી મળી છે. મરીન ક્ષેત્રમાં ૧૧૮ વેસલ્સ સાથે વાર્ષિક ધોરણે રુ.૧૮૮ કરોડથી વધીને રુ.૫૪૧ કરોડ વૃધ્ધિ થઇ છે જે ૨.૯ગણો વધારો દર્શાવે છે.

    બોર્ડે ઓસ્ટ્રેલિયાના  NQXT પોર્ટના સંપાદનને મંજૂરી આપી છે. આ એક કુદરતી ડીપ વોટર પોર્ટ અને મલ્ટિ-યુઝર એક્ષ્પોર્ટ ટર્મિનલ છે જેની નેમપ્લેટ ક્ષમતા વાર્ષિક ૫૦ એમટીની છે.આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધિન છે

    ટકાઉપણા માટે  ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ સપ્લાયર (સીડીપી) એન્ગેજમેન્ટ એસેસમેન્ટ 2024 માં “લિડર” તરીકે માન્યતા મળી છે.  ૧૨ બંદરોને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફીલ માટે પ્રમાણિત કરવામાં આવ્યા છે.

    અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણ સમયના ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપનીના લોજિસ્ટિક્સ અને મરીન વ્યવસાયોમાં સતત વૃધ્ધિના સહારે આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. અમે અમારા સંકલિત પરિવહન ઉપયોગિતા અભિગમને વધુ ગાઢ બનાવી પોર્ટ ગેટથી ગ્રાહક ગેટ સુધી વેલ્યુ ચેઇન લંબાવી રહ્યા છીએ. નાણાકીય વર્ષ-૨૬ના ગાઇડન્સની પરિપૂર્તિ માટે અમારા માર્ગ ઉપર આગળ વધવા મક્કમ છીએ.

    ધામરા પોર્ટે ખાતે એક નવી એક્સપોર્ટ બર્થ ખુલ્લી મૂકી છે અને બે નવી બર્થનું નિર્માણ પણ શરૂ કર્યું છે જે આ બંદરની ક્ષમતાને 92 એમએમટી વધારશે. દરમિયાનમાં એક મોટા કાર્બન બ્લેક ઉત્પાદક પાસેથી લિક્વિડ કાર્ગો હેન્ડલિંગ કરાર જીત્યો છે. મોટા સ્ટીલ ઉત્પાદક માટે કોલ્ડ રોલ્ડ કોઇલ માટે એક વેરહાઉસ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

    લાંબા ગાળાની મૂડી વ્યવસ્થાપન યોજનાના ભાગ રૂપે સરેરાશ દેવાની પરિપક્વતા ૪.3 વર્ષથી વધારીને ૫.૨ વર્ષ કરી અને તમામ બોન્ડ ઇશ્યુમાં ૧૧૬ બીપીએસ સુધી ઉપજ ઘટાડી છે. જે લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ને જારી કરવામા આવેલા 15-વર્ષીય નોન-કન્વર્ટિબલ ડિબેંચર્સ અને બોન્ડ બાયબેક દ્વારા પ્રાપ્ત થઇ છે.

    Adani Ports SEZs report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    નાણા વર્ષ-૨૬માં Adani Ports ની આવક લક્ષિત માર્ગદર્શનથી ૨૫%વધી

    May 2, 2026
    વ્યાપાર

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026
    રાષ્ટ્રીય

    બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે: Inflation વધવાના ભણકારા

    April 30, 2026
    વ્યાપાર

    બેંકોએ Loanની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Private Bankમાં Branches વધી પણ… કર્મચારીઓ ઘટી ગયા ?

    April 30, 2026
    વ્યાપાર

    સરકાર ટૂંક સમયમાં Gold Monetization Scheme ફરીથી લાવી શકે છે

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026

    Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા

    May 2, 2026

    પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.