ઘર વખરીની નુકશાન કરી નાશી છૂટેલા શખ્સોની શોધ ખોળ
Rajkot, તા.૩૧
રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ નારાયણનગરમાં વીસેક દિવસ પૂર્વે થયેલ હત્યાના બનાવનો ખાર રાખી ભોગ બનનાર પરિવારના સભ્યોએ આરોપીઓના ચાર ઘરમાં ઘૂસી ૬૦ હજારની ચોરી કરી, ઘર સળગાવી નાખી, સામાનમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવતા ભક્તિનગર પોલીસે બે ગુના નોંધી આંઠ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
નારાયણનગરમાં રહેતા રેખાબેન મનસુખભાઈ ચુડાસમા ઉ.૩૫એ ભાદા દુલાભાઈ સોલંકી, મુકેશ ભાદાભાઈ સોલંકી, ભાદાનો ભત્રીજો ધૃવ, ગોવિંદ હોઠારો, ગોવિંદની માતા, ચંદુનો છોકરો સન્ની, વિજય રામદાસ અને મહેશ રામદાસ સામે ભક્તિનગર પોલીસમાં
નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૨૭ તારીખે અમે વતન ધોકડવા ગયા હતા ત્યારે અમારી દુકાન ભાડે રાખનાર અફ્સલભાઈએ ફોન કરી જણાવેલ કે સવારે છ વાગ્યે દુકાન ખોલી ત્યારે તમારા અને માવજીભાઈના ઘરમાં તોડફોડનો અવાજ આવતો હતો અને ઉપરોક્ત લોકો બહાર નીકળતા જોવા મળ્યા હતા બાદમાં ૨૯ તારીખે ઘરે આવીને જોતા ઘરની ઓશરીમાં આગ લગાડી હોવાનું અને કબાટનો સામાન વેરવિખેર જોવા મળ્યું હતું કબાટમાંથી દીકરીના ચાંદીના સાંકળા અને ફૂઈના દીકરાના બે મોટા બેન્ઝો બંને ૩૦ હજારના ચોરી ગયાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત શારદાબેન કમલેશભાઈ ચુડાસમાએ પણ ઉપરોક્ત આંઠ લોકો સામે બીજી ફરિયાદ નોંધાવી
હતી જેમાં જણાવ્યું છે કે પોતે ગત ૨૭ તારીખે ઉનાના છોતરા ગામે ગયા હતા ત્યારે નોનવેજનો વેપાર કરતા રફીકભાઈએ ફોન કરી તમારા અને જાદવભાઈ ચુડાસમાના ઘરમાંથી ઉપરોક્ત લોકો સામાન લઈને નીકળતા જોવા મળ્યા હતા જેથી ૨૯ તારીખે આવીને જોતા ચાંદીના સાંકળા ૧૦ હજારના અને ચાંદીના છડા ૨૦ હજારના ચોરી થઈ ગયાનું અને ટીવી. સેટી પલંગમાં તોડક્ષેડ કરી હોવાનું જાણવા મળ્યું હતું વીસેક દિવસ પૂર્વે થયેલ હત્યાનો ખાર રાખી આ લોકોએ હુમલો કર્યો હોવાનું જણાવતા પીઆઈ એમ એમ સરવૈયા, નીલેશભાઈ મકવાણા સહિતે બે અલગ અલગગુના નોંધી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
રાજકોટના સહકાર સોસાયટીમાં વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
શહેરમાં બુટલેગરો બે ફામ બન્યા છે ત્યારે સહકાર સોસાયટી રાહેણાંકના મકાનમાંથી રૂ. 19,200ના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સહકાર સોસાયટીમા રહેતા દ્વારકેશ ઉર્ફે દેવ પ્રકાશભાઈ સિદ્ધપુરાના રહેણાંકના મકાનમાં વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમી ભક્તિનગર પોલીસને મળતા બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 24 બોટલ નંગ જેની અંદજીત કિંમત રૂ. 19,200નો મુદ્દા માલ કબ્જે કરી કાયેસરની કાર્યવાહી હાથ ધરી છે.