Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ
    અમરેલી

    Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:August 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli , તા.14
    રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા અમરેલી શહેરમાં યોજાયેલી આ યાત્રામાં 10 હજારથી વધુ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.

    અમરેલીના પોલીસ પરેડ મેદાનથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રામાં 300 મીટર લાંબો વિશાળ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાથમાં તિરંગા અને હૃદયમાં રાષ્ટ્રભક્તિ સાથે મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા હતા. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર અમરેલી શહેરનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

    આ યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબહેન ચોડવડીયા, સાવરકુંડલા-લીલીયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર હર્ષિતા ગોયલ, નગરપાલિકાના સભ્યો, અધિકારી, વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

    મશાલ રેલી
    અમરેલી જિલ્લાના આંગણે આયોજિત 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરમાં રાષ્ટ્રભક્તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે રાજ્ય ઊર્જા અને કાયદો મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં ગઈકાલે સાંજે અમરેલીના સેન્ટર પોઈન્ટ સર્કલથી રાજકમલ ચોક-અમર જવાન સ્મારક સુધી એક ભવ્ય ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં મશાલ અને હૃદયમાં દેશપ્રેમ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને દેશપ્રેમીઓ જોડાયા હતા.

    આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાવતા આ બંને કાર્યક્રમોએ અમરેલીવાસીઓમાં રાષ્ટ્રભાવનાનો નવો સંચાર કર્યો છે.

    શસ્ત્ર પ્રદર્શન
    અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રોના પ્રદર્શનનો ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ થયો હતો. અમરેલી શહેરની સમર્થ વ્યાયામ શાળા ખાતે આ શસ્ત્ર પ્રદર્શન અમરેલીવાસીઓ તા. 13 થી 16 ઓગસ્ટ દરમિયાન નિહાળી શકશે. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સના અત્યાધુનિક શસ્ત્રો તેમજ ઉપકરણો પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે.

    આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમરેલીના આંગણે દીવાળી જેવો માહોલ સર્જાયો છે. રાજ્ય સરકારે અમરેલીને રાજ્યકક્ષાની ઉજવણીની તક આપી અને અમરેલીએ તેને હરખભેર વધાવી છે.

    આ પ્રદર્શનમાં લાંબા અંતરની ચોક્કસાઈ ભરી કામગીરી માટે 7.62 મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર) અને 7.62 મીમી ગેલિલ સ્નાઇપર રાઇફલનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની વિશેષ કામગીરી માટે વિધ્વંસક (એન્ટી મટિરિયલ રાઇફલ), એકે-47, 7.62 મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર 5.56 મીમી એસએફ રાઇફલ, 5.56 મીમી એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ જેવી આધુનિક રાઇફલો પણ ઉપલબ્ધ છે.

    ખાસ કરીને વિધ્વંસક એન્ટી મટિરિયલ રાઇફલ બંકર, હળવા બખ્તરબંધ વાહનો, રડાર તથા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો સામેની વિશેષ કામગીરીમાં ઉપયોગી છે. કમાન્ડો ફોર્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે 30 મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 40 મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-5 શ્રેણીની સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન જેવા વિવિધ આધુનિક શસ્ત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન
    Next Article Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન

    August 14, 2026
    અમરેલી

    Amreli: હેરિટેજ વોક સાથે છાત્રોએ રાજમહેલની મુલાકાત લીધી

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં બે દુકાનમાંથી શંકાસ્પદ એનાલોગ પનીર જથ્થો જપ્ત

    August 14, 2026
    અમરેલી

    Amreli: ખાંભાના સાયબર ફ્રોડના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 09:57
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.