રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને ટીમમાં સામેલ કરાયો સમિતને બંને ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી
Mumbai,તા.૩૧
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, BCCI એ શનિવાર ૩૧ ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સમિતને ભારતની અંડર-૧૯ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.રાહુલ દ્વવિડની ગણતરી મહાન બેટ્સમેનોમાં થાય છે. આ બેટ્સમેને વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ યાદગાર પ્રદર્શન કર્યું છે. હવે રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડ પણ અંડર-૧૯માં ચમકવા જઇ રહ્યો છે. ભારતીય અંડર-૧૯ ટીમ ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમ સામે વન-ડે અને ચાર-દિવસીય મેચ રમવાની છે. સમિતને આ બંને ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ અંડર-૧૯ સિરીઝ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે.
યુપીના મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ અમાનને ૫૦ ઓવરની ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના સોહમ પટવર્ધન ચાર દિવસીય શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સમિતની વાત કરીએ તો તે તાજેતરમાં મહારાજા T૨૦ ટ્રોફીમાં રમ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ સામેનીર્ ODI શ્રેણી માટે ભારતની અંડર-૧૯ ટીમ – રુદ્ર પટેલ (વાઈસ-કેપ્ટન), સાહિલ પારખ, કાર્તિકેય કેપી , મોહમ્મદ અમાન , કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), સમિત દ્રવિડ, યુધાજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજાવત અને મોહમ્મદ અનન.