Junagadh તા.20
હાલ પવિત્ર શ્રાવણ માસ માં ઠેર ઠેર જુગાર ચાલી રહ્યા છે ત્યારે પોલીસે જુગારીઓ ઉપર ત્રાટકે રોજબરોજ જુગારીઓને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગઈકાલે કેશોદના ચોર ગામે આરોપી દામજી હીરા સાવલિયા પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે રેડ કરતા ચંદુ મોહન સોજીત્રા, પ્રફુલ રાજા વાડલીયા, વિરમ ભૂરા ચુડાસમા, દિનેશ નાથા ચુડાસમા, હરેશ ભાયાવરુ અને જીતેન્દ્ર મહેશ ચુડાસમા ને રોકડ રૂપિયા 57,650 , નાલના રોકડ રૂપિયા 5,500 , મોબાઈલ 6 રૂપિયા 60,000 , મળી કુલ રૂપિયા 1, 73, 150 ની મતા સાથે સાતને દબોચી લીધા હતા જ્યારે મકાન માલિક દામજી હીરા સાવલિયા ભાગી છુટ્યો હતો, કેશોદ પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ છે .
ભેસાણના સામત પરા ગામે રહેતો ભીમ મેરામણ ગોરસડિયા બારથી માણસો બોલાવી પોતાના રેણાક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ભેસાણ પોલીસે રેડ કરતા કુલ સાત આરોપીઓને દબોચી લીધા હતા.
જ્યારે મકાનમાલિક ભીમ મેરામણ ગોરસડિયા બાગી છૂટ્યો હતો , ઝડપાયેલાઓમાંઅશોક ભગુ વાંક રેબલિયાવાળ, બહાદુર ગોલણ વાંક, મહેશ જગુ ખુમાણ રે. સેંજલીયા ખારચીયા જેતપુર, મિતરાજ પ્રતાપ શેખવા રે ફરેણી ધોરાજી, અશ્વિન વિનુ વેગડા રે જેતપુર . ભાવેશ હરસુખ પરમાર રે વડાલ વાળા ન રોકડ રૂપિયા 71,310 સાથે દબોચી લીધા હતા જ્યારે મકાન માલિક ભીમ મેરામણ ગરાસીયા ભાગી છૂટ્યો હતો

