Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડા : ૩૩ શખ્સો ઝડપાયા, રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડા : ૩૩ શખ્સો ઝડપાયા, રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોહનનગર, રણજીતનગર, દડીયા તેમજ લાલપુર તાલુકાના સણોસરા ગામે પોલીસની કાર્યવાહી , વાહનો સહિત મુદ્દામાલ જપ્ત

    (નયના દવે દ્વારા)

    Jamnagar  તા.૨૫

    જામનગર શહેર અને જિલ્લામાં મોડી રાતે જુગાર રમતા શખ્સો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીટી એ, સીટી સી, પંચકોશી બી અને લાલપુર પોલીસ દ્વારા અલગ-અલગ પાંચ સ્થળે દરોડા પાડીને કુલ ૩૩ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડ રકમ, ગંજીપતાના પાના તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અંદાજે રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

    સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે મોડી રાત્રે મોહનનગર આવાસ, બિલ્ડિંગ નં. ૧ પાસે જાહેરમાં દરોડો પાડી તીનપત્તી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી રૂ. ૧૦,૨૫૦ની રોકડ રકમ તથા ગંજીપતાના પાના મળી આવ્યા હતા.

    બીજી તરફ સીટી સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે રણજીતનગરના જુના હુડકો વિસ્તારમાં એન્જલ ચોક પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રૂ. ૨૫,૩૭૦ની રોકડ રકમ ઉપરાંત ત્રણ મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી. વાહનો સહિત કુલ રૂ. ૧,૦૫,૩૭૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

    પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા દડીયા ગામના રામ મંદિર ચોક વિસ્તારમાં મોડી રાત્રે દરોડો પાડીને તીનપત્તી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪૫,૫૪૦ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

    લાલપુર તાલુકામાં પણ પોલીસ દ્વારા સણોસરા ગામના પાદરમાં એક જ રાત્રે બે અલગ-અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ કાર્યવાહીમાં ગંજીપતાના પાના વડે તીનપત્તી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૪,૨૨૦ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

    ત્યારબાદ સણોસરા ગામના પાદરમાં જ અન્ય સ્થળે લાલપુર પોલીસે વધુ એક દરોડો પાડી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં રૂ. ૧૦,૩૮૦ની રોકડ રકમ તથા ગંજીપતાના પાના કબજે કરવામાં આવ્યા હતા.

    આમ, જામનગર શહેર અને જિલ્લામાં મોડી રાતે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સતત પાંચ જુગાર વિરોધી કાર્યવાહીમાં કુલ ૩૩ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસની આ સઘન કાર્યવાહીથી જાહેર સ્થળોએ જુગાર રમતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article26 ઓગસ્ટનું પંચાંગ
    Next Article નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: નયારા એનર્જી દ્વારા ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકરણ

    August 25, 2026
    જામનગર

    Jamnagarની પરણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂના ત્રણ કેસઃ દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે

    August 25, 2026
    જામનગર

    Jamnagar નજીક ચેલા વિસ્તારમાં એક યુવકના માથામાં ધોકો મારી ગંભીર ઇજા કરી

    August 25, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ.૬૦ હજારની રકમના ચેક પરત ના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

    August 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો :૧૧ દરોડામાં ૫૬ શખ્સો ઝડપાયા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹243,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 21:49
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.