(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
Morbiની રહેવાસી અને પરણીને જામનગર સાસરે ગયેલી પરિણીતાને પતિ અને સાસુ દ્વારા નાની નાની બાબતમાં હેરાન કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે મોરબી મહિલા પોલીસ મથકે આરોપી પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હાલ પિયરમાં મોરબીના જેલ રોડ બોરીચાવાસમાં રહેતા અને મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કરાર આધારિત નોકરી કરતા મિલનબેન રામસીભાઈ ગોજીયા (ઉ.વ.૩૫) વાળાએ આરોપી પતિ હિતેષ ઉર્ફે જીતું અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા રહે બંને ન્યુ નવાનગર સુભાષ પાર્ક પાસે રણજીતસાગર રોડ જામનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૧૧-૨૦૧૯ થી તા. ૧૦-૦૧-૨૫ દરમિયાન પરિણીતાને આરોપી પતિ અને સાસુ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપવામાં આવ્યો હતો જે અંગે સમાજ રાહે સમાધાન પ્રયત્ન ચાલુ હોવાથી ફરિયાદ મોડી નોંધાવી હોવાનું પણ જણાવ્યું છે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

