New Delhi તા.27
સોશિયલ મીડીયાનો બાળકો દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકોના હિતમાં મેટાએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંધ રહેશે. આ મામલે મેટાએ ટ્રાયલ શરુ કરી દીધી છે.
સોશિયલ મીડીયાનો બાળકોથી માંડીને મોટેરાઓ ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધી રહ્યો છે, બાળકો પણ મોડી રાત સુધી જાગીને સોશિયલ મીડીયા પર એકટીવ રહેતા હોય છે.
હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ડિજીટલ બેડ ટાઈમ લાગશે, જેથી રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન એકસેસ પર રોક લાગશે. સાથે સાથે જ રાત્રે અને સ્કુલના સમયમાં નોટીફીકેશન ઓછુ કરી દેવામાં આવશે.
મેટાએ આ મામલે ટ્રાયલ શરુ કરી દીધી છે. સોશિયલ મીડીયા પર બાળકોની એકટીવીટી ઘટાડવા માટે સગીરની પોસ્ટ પર લાઈક અને રિએકશનની ગણતરી ગાયબ થઈ જશે. આ યુઝર્સ માટે કોસ્મેટિક સર્જરી ફીલ્ટર બાન કરી દેવામાં આવશે.
એજ- એશ્યોરન્સ સીસ્ટમ અને પેરેન્ટલ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે અને મેટા ઈન ફીનીટ સ્કોલ એકસપિરિયન્સમાં રૂકાવટ નાખશે. જોવામાં આવે તો એક બાજુ જયાં પહેલા ઈન્સ્ટાગ્રામ ફેસબુક લોકોને આ એપ પર બની રહેવા માટે મજબૂર કરતા હતા, જયારે હવે બાળકોનો સૂવાનો સમય દુર કરવામાં મદદ કરશે.

