Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    જામનગર

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૨ઃ

    જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુઃખમાં થાર કારથી આઈ-૨૦ કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત જણાતો આ બનાવ પોલીસ તપાસ દરમિયાન હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે ગુનો નોંધાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી શબીર હુશેન અબ્દુલભાઈ હમીરાણીની ગત તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ આરોપી હાજી અયુબ સાથે થાર કાર જોવાની બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ અદાવતનો બદલો લેવા કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    ગત તા. ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ફરિયાદી શબીર હુશેન તથા અન્ય સાક્ષીઓ આઈ-૨૦ કાર નં. જીજે-૧૦-એઈ-૮૬૮૬માં દરબારગઢથી ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કલ્યાણ ચોક પાસે આરોપીઓએ તેમને જોઈ લેતાં થાર કાર નં. જીજે-૩૭-એમ-૧૬૧૬ તથા બર્ગમેન સ્કૂટરથી પીછો કર્યો હતો.

    ગુલાબનગર રોડ પર આરોપીઓએ થાર કાર વડે આઈ-૨૦ કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર રસ્તાની બાજુમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા અફઝલ રહીમભાઈ ચાવડા કારમાંથી ફંગોળાઈને નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

    ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય, જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવી મોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

    પોલીસે આ ગુનામાં હાજી અયુબભાઈ ખફી (ઉંમર ૨૮, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર), ઇમ્તિયાઝ ઇકબાલભાઈ ખફી (ઉંમર ૩૫, રહે. ખોડિયાર કોલોની, મદીના મસ્જિદ સામે, જામનગર) અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઈ કોરા (ઉંમર ૨૯, રહે. ટીટા ફળી, રંગુનવાલા હોસ્પિટલ પાસે, કાલાવડ નાકા બહાર, જામનગર)ને ઝડપી લીધા છે.

    આરોપીઓ પાસેથી રૂ. છ લાખની કિંમતની થાર કાર અને રૂ. ૩૦ હજારની કિંમતનું બર્ગમેન મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આમ, પોલીસે કુલ રૂ. છ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી હાજી અયુબ ખફી અગાઉ હત્યાની કોશિશ, ચોરી, પ્રોહિબિશન, જાહેરનામાના ભંગ, રમખાણ અને બળાત્કાર સહિતના ૧૬થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું નોંધાયું છે. જ્યારે અન્ય આરોપી ઇમ્તિયાઝ સામે પણ અગાઉ મારામારીનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    Next Article Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    જામનગર

    Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

    October 12, 2026
    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 00:24
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026

    Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.