Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    જામનગર

    Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૨ઃ

    Jamnagar નજીક કનસુમરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કોપેક્સ કારખાના પાસે પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વર્ના કારમાંથી વિદેશી દારૂની ૪૨૬ બોટલ અને ચપલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૮૫,૨૦૦ની કિંમતનો દારૂ તથા રૂ. પાંચ લાખની કિંમતની કાર સહિત કુલ રૂ. ૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર બે અને મંગાવનાર બે મળી અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

    રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લાલપુર વિભાગના એ.એસ.પી. પ્રતીભાના માર્ગદર્શન હેઠળ પંચકોશી ’બી’ ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

    તે દરમિયાન એ.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ એસ. જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ આર. જાડેજાને બાતમી મળી હતી કે, કનસુમરા જી.આઈ.ડી.સી. રોડ પર કોપેક્સ કારખાના સામે એક વર્ના કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને બે શખ્સો ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને તપાસ કરતાં કારની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

    પોલીસે જી.જે.-૧૨-ડી.જી.-૨૫૮૧ નંબરની વર્ના કારમાંથી રૂ. ૮૫,૨૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૨૬ બોટલ અને ચપલાનો જથ્થો કબજે કર્યો હતો. આ સાથે રૂ. પાંચ લાખની કિંમતની કાર જપ્ત કરી સ્થળ પરથી બે શખ્સોને ઝડપી લીધા હતા.

    પકડાયેલા આરોપીઓમાં નાઘેડી ગામમાં હનુમાનજી મંદિર પાસે રહેતો અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો આશિફભાઈ કાસમભાઈ કાટલીયા (ઉ.વ. ૩૦) તથા જામનગરના ગોકુલનગર વિસ્તારમાં શિવમનગર શેરી નં. ૪માં રહેતો અને મજૂરીકામ કરતો અરજણભાઈ એભાભાઈ ભારવાડીયા (ઉ.વ. ૨૬)નો સમાવેશ થાય છે.

    આ પ્રકરણમાં દારૂ સપ્લાય કરનાર નાઘેડીનો રામ ઉર્ફે રામકો મેર જીવાભાઈ મોઢવાડીયા અને લાખાબાવળનો ભરત સાજનભાઈ ગઢવી તથા દારૂ મંગાવનાર ગોકુલનગરનો દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા રામસંગ જાડેજા અને રાજ ધોકીયા સામે પણ કાર્યવાહી માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

    પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. વી.જે. રાઠોડ, એ.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ જીલરીયા, મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા જોડાયા હતા.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Next Article Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026
    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 00:24
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.