પોલીસે વધુ તપાસ હાથ ધરી :આપઘાતનું કારણ અકબંધ, પરિવાર માં ગમગીની છવાઈ
Rajkot,તા.27
શહેરના નવા થોરાળા વિનોદનગરમાં રહેતા વૃદ્ધાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક 108 ને જાણ કરતા તબીબે ઘટના સ્થળ પર વૃદ્ધા ને મૃત જાહેર કરતા થોરાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં વિનોદ નગર ફઇવાળો ચોકમાં રહેતા જીવુબેન ઘેલાભાઈ મહાલીયા ઉંમર વર્ષ 79 વર્ષીય વૃદ્ધાએ ગઈ કાલે પોતાના ઘરે હતા ત્યારે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક 108 ને જાણ કરતા તબીબે ઘટના સ્થળ પર જ વૃદ્ધાને મૃત જાહેર કરતા થોરાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ મળશે ખસેડવામાં આવ્યો હતો આ અંગે વૃદ્ધાના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે વૃદ્ધાના મોત થી પરિવારમાં ગમગીની છવાઈ હતી થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ કરમશીભાઇ પાલળીયા વધુ તપાસ હાથ ધરી

